________________
સ્વાધ્યાય સંચય : ૧૯૩
તારા કૃપાના પાત્રની કૃપા વડે રે,
મને મળ્યા તમે સાક્ષાત, મારા નાથ. હવે ૦ પ્રભુ કેમ ભૂલું કોઈ કાળમાં રે,
મને સંબોધ્યો ગ્રહી હાથ. મારા નાથ. હવે મેં તો પ્રત્યક્ષ સદ્ગુરુ ભેટિયા રે,
મારો અંતરાત્મા હર્ષાત. મારા નાથ. હવે હું તો પૂર્વ ભણેલ સર્વ ભૂલિયો રે,
મેં તો પામી અપૂરવ વાત. મારા નાથ. હવે મારે અસત્સંગની આખડી રે,
સત્ય સંગે દય ઉલ્લભાત. મારા નાથ. હવે મને ડાહ્યા ગણતા ગણે ગાંડિયો રે,
તેથી અંતરંગ નહિ અકળાત. મારા નાથ. હવે મને ભ્રષ્ટ ગણીને ભાંડે ઘણા રે,
, તેથી સુણી સુણી થાઉં રળિયાત. મારા નાથ. હવે કદી ઘોર પરિષહ ઊપજે રે,
તેની ચિંતા નહીં તિલ માત. મારા નાથ. હવે પણ વહાલા તમારા વિયોગનો રે,
દુ:ખ નિમિષ માત્ર ન સહાત. મારા નાથ. હવે ૦ મને દીજે અખંડ ઉપાસના રે,
સદ્ગુરુ સત્સંગનો સાથ. મારા નાથ. હવે ૦ વળી રત્નત્રયની દીજે ઐક્યતા રે,
હું તો મારું ચરણ ધરી માથ. મારા નાથ. હવે