________________
૧૯૦: સ્વાધ્યાય સંચય
સમ્યગ્દર્શન જ્ઞાન ચરણરૂપ, રત્નત્રય વરસાવી રે; બહુ ભવ્યોનાં કારજ સાર્યાં, કૃપા અતિ દર્શાવી છે. આ ૯ કૃપા કૃપાળુ અમ પર કરજો, ઉર અંધારું હરજો રે; સર્વ જગતનું શ્રેય કરી પ્રભુ, વિશ્વ શાંતિ વિસ્તરજો રે. આ ૦ ૧૦ સત્ય સનાતન શાશ્વત વરતુ, આત્મા ઘટ ઘટ ભાસે રે; પ્રેમ પ્રીતિ તે પ્રત્યે જાગે, તું િતુંહિ તત્ત્વ પ્રકાશે રે. આ ૦ ૧૧ સત્ય, અહિંસા, સમતા, શાંતિ, તત્ત્વદૃષ્ટિ ઉલ્લસે રે, સસુખ શાંતિ સો પામી, નિર્ભય નિજપદ વિલસે રે. આ ૧૨
સંકટ સહી સમભાવ, રૂડા રાજને ભજીએ;
પામી અલૌકિક દાવ, શુદ્ધ સદ્ગણ સજીએ. સદ્ગુરુ સન્મુખ જે જીવાત્મા, તેની સંગત કરીએ; શ્રીમદ્ સદ્ગુરુ વિમુખ જે પ્રાણી, તસ પરિચય પરિહરીએ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ જગત ભગતને વેર અનાદિ, સહુનાં મેણાં સહીએ; જે કહે તેને કહેવા દઈએ, પ્રભુ ભજનમાં રહીએ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ કંકર તે હીરા થઈ બેઠા, પણ કંકર હીરા કેમ કહીએ? કંકર હીરાની પરીક્ષા ત્યારે, જ્યારે ઘણની ચોટો દઈએ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ બગલા તે હંસલા થઈ બેઠા, પણ બગમે તે હંસ કેમ કહીએ? બગ ને હંસની પરીક્ષા ત્યારે, જ્યારે મોતીનો ચારો ચરૈવે.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ સદ્ગુરુ સેવમેં વિન કરે જો, માતાપિતાદિ મહાન; તો તેને પરિહરીએ પ્રીતે, જાણી શત્રુ સમાન.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦