________________
સ્વાધ્યાય સંચય : ૧૮૯
શરણ તું, ત્રાણ તું, પરમ આધાર તું,
તુજ દશા ઉર્વશી ઉર વસાવું; દિવ્ય આત્મિક સુખમાં રમણતા લહી,
સહજ બોધિ સમાધિ જગાવું. ધન્ય ગુરુ - ૭ ‘આજ કૃતપુણ્ય ધન્ય દિવસ મારો થયો,
આજ નરજન્મ મેં સફળ ભાવો;' આત્મ-આનંદ અમૃતરસ રેલતો,
શાંત સહજાભ પ્રભુ દિલ વસાવ્યો. ધન્ય ગુરુ - ૮
-
%
આજ મારા સભામંડપમાં મોતીના મેહ વરસ્યા રે. આજ મારા મનમંદિરમાં રત્નોના મેહ વૂઠયા રે; રાજપ્રભુ અવની અવતરિયા, તસ્વામૃત રસવરસ્યા રે. આ ૦ ૧ ધન્ય ભૂમિ ભારત જળહળતી, ગોરવવંતી ગાજે રે; જગ પાવનકર જનમ્યા આજે, જન્મ શતાબ્દી રાજે રે. આ ૦ ૨ ઓગણીસો ચોવીસ કારતકની, શુભ્ર પૂર્ણિમા સોહે રે; દેવદિવાળી જન હિતકારી, રાજચંદ્ર જગ મોહે રે. આ ૦ ૩ પૂર્વ ભવો પ્રત્યક્ષ નિહાળ્યા, લઘુવયથી મહા જ્ઞાની રે; ભવાબ્ધિથી ભવ્યો ઉદ્ધરવા, મહા સમર્થ સુકાની રે. આ ૦ ૪ આત્મ અનુભવ ઝળહળ જ્યોતિ, પ્રતિમા-શી ઉલ્લાસંતી રે! ભવોના અજ્ઞાન તિમિરને હરવા અતિ ઝલકતી રે. આ ૦ ૫ અંતર્મગ્ન દશા મનોહારી, શાંત મૂર્તિ વૈરાગી રે; શરીર છતાંય અશરીરીભાવે, રાજે અંતર્યામી રે. આ ૦ ૬ અદ્ભુત અમૃત રસ વાસંતી, વાણિ ભવિમન ઠારે રે, જન્મમરણ ભાવ તાપ નિવારે, સુખ, શાંતિ વિસ્તારે રે. આ ૭. શ્રી લઘુરાજ, સુભાગ્ય, જૂઠાભાઈ, અંબાલાલ સુભાગી રે; સ્વરૂપદર્શન હેજે પામ્યા, સહજાતમલય લાગી રે. આ ૦ ૮
૦
૨
૧
૧