SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૧૩૯ અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં. શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઊપાધ્યાયની, અને શ્રી સાધુ સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદષ્ટિ-સાધર્મી ઉત્તમ પુરુષોની શાસ્રસૂત્રપાઠની, અર્થ-પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યપ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તેવા મને ધિક્કાર, ધિક્કાર; વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો; ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છે. (દોહા) અપરાધી ગુરુદેવ કો, તીન ભુવન કો ચોર; ઠગું વરાણા માલ મેં, હા હા કર્મ કઠોર. કામી કપટી લાલચી, અવિવેકી ક્રોધી કઠિન, જે મેં જીવ વિરાધિયા, નાથ તુમારી સાખસેં, અપછંદા અવિનીત; મહાપાપી ભયભીત. સેવ્યાં પાપ અઢાર; વારંવાર ધિક્કાર. પહેલું પાપ પ્રાણાતિપાત : છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તે ઉપાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય,
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy