________________
સ્વાધ્યાય સંચય : ૮૩
વત બધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન, પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત? ૬ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત, કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૧
-*
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર-તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૨