________________
૮૨ : સ્વાધ્યાય સંચય
હે જીવ, ક્યા ઇચ્છત હવે? હે ઇચ્છા દુ:ખમૂલ; જબ ઇચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. એસી કહાં સે મતિ ભઈ, આપ આપ હૈ નાહીં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહાં સે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો; ....
મુંબઈ, હૈ. વદ ૪, ગુરુ, ૧૯૪૬.
૧. બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ;
અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. ૨. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુયોગ;
વચનસુધા શ્રવણે જતાં, થયું Æય ગતશોગ. ૩. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
મોરબી, આસો, ૧૯૪૬
જડ-ચેતન વિવેક જડ ભાવે જડ પરિણમે, ચેતન, ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? ૨
જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; - બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, ક્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪