________________
બાર વ્રતની પૂર્વ ભૂમિકા
આજથી પૂર્વ અનંતા અનંતા ભવ મારા જીવે કર્યા તેમાં આસક્તપણે પરિગ્રહ, કુટુંબ વિગેરે ઉપર તથા મમત્વપણે તથા મિથ્યાત્વ માન્યતાના કારણે જે આસક્તિભાવ રહ્યો તે સઘળા દોષો ક્રિયાઓને હું વોસરાવું છું, મિચ્છામિ દુક્કડમ્.
પૂર્વ ભવની ક્રિયાઓ વોસરાવીએ નહીં ત્યાં સુધી તે ક્રિયાઓ ચાલુ રહે છે. બાર વ્રત આદરતા પહેલાં તે વોસરાવવી જરૂરી છે.
ભવિષ્ય કાળજી : આ જીવનના અંતે, અવસાન સમયે અથવા ઓચિંતુ કંઈપણ બનાવ બને ત્યારે સાવચેતી તરીકે; હું સર્વ પાપદોષોને, ક્રિયાઓને, ખરા હૃદયથી વોસરાવું છું. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મ (વીતરાગ ધર્મ)નું શરણું લઉં છું. આ મારી અભિલાષા છે તે સફળ હોજો: ભવ સુધારવા માટે પ્રચલિત સાગારી સંથારાનું પાઠ પાછળ આપેલ છે.
વ્રતપાલનની શુદ્ધતા અને આદર્શ જીવન જીવવા માટે તેના અતિચાર અર્થાત્ દોષ સમજવાની અને ટાળવાની જરૂર છે અને તે ‘પચ્ચખાણ - પ્રતિજ્ઞા'ના પછીના પાનાઓમાં આપેલા છે. તે જોઈ લેવા. વધુમાં સાધુજી અથવા અનુભવી પાસેથી જ્ઞાન મેળવવું.
૯
?