________________
અને તે વડે તેમણે જે જાણ્યું, અનુભવ્યું તેના સાર રૂપે જાણવા યોગ્ય, આદરવા યોગ્ય અને ત્યાગવા યોગ્ય જે ફરમાવ્યું, તે સત્ય છે. એ હકીકતનો સ્વીકાર તે સમક્તિ છે એવા અનંત શક્તિશાળી કેવળજ્ઞાની તે દેવ અરિહંત, તેમની આજ્ઞા પ્રમાણે આચરણ કરનાર તે ગુર, અને તેમણે આત્મ કલ્યાણને અર્થે જે માર્ગ બતાવ્યો તે
ધર્મ.
જૈન ધર્મ એ કોઈ એક વ્યક્તિ, સમુદાય, સંપ્રદાય કે જ્ઞાતિનો ઈજારો નથી. એ વિશાળ અર્થમાં છે. બહરના વસુંધરા સાથે તેને સંબંધ છે. સત્ય હોય તે આપણો અને પાળે તેનો ધર્મ.
જિનવાણી - અહિંસા જ્યાં માધ્યમ છે અને સાથે સંયમ અને તપ છે, તે ધર્મ ઉત્કૃષ્ટ માંગલિક છે. અહિંસાની પુષ્ટિ માટે સંયમ અને એ બંનેની પુષ્ટિ માટે તપ છે.