________________
અદલ ઈન્સાફ કુદરતનું ન્યાય-કર્મનું સિદ્ધાંત અચળ છે. અફર છે. ઋષિમુનિ, સત્તાધારી, ધનવાન, રાજા કે રંક સહુને માટે એક જ ત્રાજવાં છે. તેમજ નજદિકના ભવિષ્યમાં કોઈ ચકવર્તિ કે તીર્થકર ભગવાન બનવાના હોય અને તેઓએ ભૂતકાળમાં કે વર્તમાનકાળમાં સમજથી કે ગેરસમજથી, જાણે કે અજાણે પણ હિંસક કામ, પરિગ્રહ, મોહ, મિથ્યાત્વ કે વિપરીત કાર્યોમાં જોડાયેલો હોય, ઉધા રસ્તે જતો હોય તો તેના કાર્યો માટે તેને ન્યાયની રીતે જ સજા થાય, મૃત્યુની, કારાવાસની, દંડની, ગુલામીની કે લાચારીની તેમાં એક તસુ, એક દમડી, એક કલાકની પણ ઓછી સજા લાગવગથી, પ્રતિભાથી કે લાંચ રૂશ્વતથી થતી નથી, ન તો હળવી કે ઓછી સજા થાય છે, ન તો રાહત મળે છે. કુદરતના ન્યાય સામે કાળમુખો માનવી લાચાર છે, પરાધીન છે, રાંક છે. કુદરત સામે તેની કંઈ જ કરામત, આંટીઘુંટી, વિદ્વતા, સત્તા કે ઐશ્વર્ય નાકામયાબ છે, તેનું કંઈ જ ગજ વાગતું નથી.
સ્વતંત્ર રીતે જેનું સ્થાન છે એવા અભયદાતા અને નિર્દોષતાનું જેમાં ગુણ છે એવા એકમાત્ર ધર્મને શરણે જવાથી, વિશ્વાસપૂર્વક (શ્રદ્ધાથી) તેની ગોદમાં જવાથી નિર્ભયતા (મોક્ષ) પ્રાપ્ત થાય છે.
જૈન ધર્મ એ કોઈ વ્યકિત કે સમુદાયનું રચેલું ધર્મ નથી ચિર
32