________________
બાર પ્રકારના તપ
છ બાહ્ય : ૧ અનશન, ૨ ઉણોદરી, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસપરિત્યાગ, ૫ કાયકલેશ, (જગ્યા તથા આસન બેઠક વી. નું પરિમાણ) ૬ પડિસેલિનતા (શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના વિકારોને રૂંધવું)
છ અત્યંતર : ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવચ્ચ (સેવાચાકરી) ૪ સજ્ઝાય અર્થાત્ સ્વાધ્યાય (સિદ્ધાંતિક વસ્તુનું જ્ઞાન મેળવવું, શીખવું) ૫ ધ્યાન (એકાગ્રતા), ૬ કાઉસગ્ગ (સ્થિરતા, એકાગ્રતાથી પાપો-દોષનું પ્રાયશ્ચિત, આત્મસ્વરૂપ - ધર્મનું ચિંતન, કર્મ અને ધર્મના ભેદ : પ્રવૃત્તિ અને નિવૃત્તિના ભેદનું નિરીક્ષણ મનોમંથન)
♦ કર્મબંધનથી મુકત થવા માટે તપ કરવું જરૂરી છે.
• વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે સત્ય સમજણની જરૂર છે. ♦ સ્થિર થવા માટે એકડાની જરૂર છે.
• હિંસા અને અહિંસા ઉપર ધર્મનો આખો પાયો રચાયેલો છે. હિંસા ત્યાં પાપ, અહિંસા ત્યાં ધર્મ.
[ધર્મની ઓળખ અને પારખ માટે આ મુખ્ય કહેવત છે.]
29