________________
આધુનિક વિજ્ઞાન અને સંશોધન
ખેતી અને ખોરાક - હાઈબ્રીડ ધાન્યમાં શરીર સ્વાસ્થના પોષકતત્વો હોવા જોઈએ તે ન હતા કૃત્રિમ ધાન્યના આ દાણા ભરેલ ખાને પક્ષીઓ પણ ખાતા નથી. વિષમતાને પક્ષીઓ સમજી શકે છે. દેશી દાણાને ખાવા પક્ષીઓ તલપાપડ હોય છે. પક્ષીઓ ન ખાય એમાં કંઈ ચોકકસ કારણ હોવું જોઈએ.
સંશોધનની દ્રષ્ટિએ એ ધાન્યમાં જે પોષક દ્રવ્યો હોવા જોઈએ તે નથી હોતા. તે ઉપરાંત છાણિયા ખાતરના બદલે વપરાતા ફટલાઈઝર ખાતરથી ખેતરમાં ઉગેલા છોડને જીવાત લાગુ પડે છે. તેને મારવા માટે પેસ્ટીસાઈડના થતા ઉપયોગથી એ ધાન્ય ઝેરીલું બને છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન કઠણ બને છે. કેટલાક વરસો પછી ખેડાણ લાયક નથી રહેતી.
વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને જણાવ્યું છે કે, “આ ખાતર અને ટ્રેકટરની પદ્ધતિ ન અપનાવશો, કારણ કે અમેરિકાની ભૂમિની ફળદ્રુપતા ચારસો વર્ષમાં સમાપ્ત થવા બેઠી છે. જ્યારે ગાય અને બળદ આધારિત ભારતમાં હજારો વર્ષોથી ખેતી થાય છે. છતાં એની ફળદ્રુપતા જેમની તેમ ટકી રહી છે.”
થોડા સમય પહેલા મુંબઈમાં હૃદયરોગ વિશે ભરાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાર્ટ ફેઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. કે. એલ. ચોપરાએ જણાવ્યું હતું કે રસાયણિક ખાતરથી ઉગાડેલા અનાજમાં
૧૪૩