________________
૭ જે એક આત્માને જાણે છે, એ તમામ (જગત)ને જાણે છે,
જે તમામને જાણે છે, એ એકને જાણે છે. ૮ જેવી રીતે અંધની આગળ લાખો-કરોડો દીવા સળગાવવા
વ્યર્થ છે, એવી રીતે ચારિત્ર શૂન્ય પુરૂષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પણ અર્થહીન છે. ૯ ચારિત્ર સંપન્નનું અલ્પ જ્ઞાન પણ ઘણું કહેવાય અને ' ચારિત્રવિહીનનું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. ૧૦ જિનદેવના મત પ્રમાણે આહાર, આસન તથા નિંદ્રા પર વિર્ય
પ્રાપ્ત કરી, ગુરુકપા વડે જ્ઞાન મેળવી નિજાત્માનું ધ્યાન કરવું
જોઈએ. ૧૧ ગુરુ તથા ઘરડાં માણસોની સેવા કરવી, અજ્ઞાની લોકોના
સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાંતવાસ, સૂત્ર અને અર્થનું સમ્યફ ચિંતન કરવું તથા ધીરજ રાખવી આ દુ:ખમાંથી છૂટવાનો ઉપાય છે.
૧૪૨