________________
કર અને પામ કરમાઈ ગયો, અટવાઈ ગયો, રજકણ માંહી ગુમાઈ ગયો. કરમાઈ ૧ જનમ્યો તો સાથી પણ વડે, જન્મી જંજાળ વિંટાઈ ગયો. કરમાઈ ૨ શું લાવ્યો તો શું કરવું તું, પુણ્ય ખાઈ ગયો, ખોવાઈ ગયો. કરમાઈ ૩ બનવોતો દીપ અંધાર બન્યો, ગુરુ શીખ કહે પંખાઈ જતો. કરમાઈ ૪ ધૂપ છાંવ દેખી, દિલ ભાન વહે, સુષ્ટિ લીલા દેખાઈ રહે. કરમાઈ ૫ કર-પામ સિદ્ધાંત એ અચળ રહે, છબી આપની આપ મહીં ઉતરે. કરમાઈ ૬ “ધારણ છે ધર્મ” નિશ્ચિત બનો, શુદ્ધ ભાવ વડે સુખ શાશ્વત લો. કરમાઈ ૭ અંતર ધ્વની દિલમાં પ્રગટે, આનંદ' દિલમાં પ્રકાશ ઝળકે. કરમાઈ ૮
૧૩૮