________________
એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી,
મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ........................... ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપદ ભારી.
મહાનલ................................. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટે ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, એક જ દે ચિનગારી
મહાનલ....
તું મહાસાગર તો પાર કરી ગયો છે, તો પછી કિનારા પાસે પહોંચીને કેમ ઉભો છે? એને પાર કરવામાં શીઘતા કર, હે ગૌતમ ! ક્ષણભરનો પ્રસાદ ન કર.
૧૦૭