________________
( ૧૨ )
સરશ્રી પાર્શ્વનાથની મૂર્ત્તિ લાવીને ત્યાં પધરાવી. વનરાજ ને તેની પછીના રાજાઓની સત્તા સારાષ્ટ્ર તથા કચ્છ સુધી જામી ગઇ હતી. ) ચાવડા રજપૂતા સૂર્યવંશી ગોહીલ અથવા ગીલેટ જાતના હતા. છેલ્લા ચાવડા રાજા સામંતસિંહને સંતાન નહિ હાવાથી તેની બહેન લીલાદેવીના પુત્ર મૂળરાજ જે સેાજે લંકી ભુવડની પાંચમી પેઢીએ હતા તે પાટણની ગાદીએ આન્ગેા. ( ઇ. સ. ૯૪ર ) પાટણના રાજા મુળરાજના વખતમાં સારઠની ગાદીએ ગ્રહરિપુ રાજા હતા. તે ગિરનાર તથા પ્રભાસપાટણના યાત્રાળુઓને હરકત કરતા હતા. તેથી મુળ રાજે તેને હરાવ્યા તથા કચ્છના રાજા લાખા ફૂલાણી જે ગ્રહરિપુની મદદે આવ્યેા હતા તેને માર્યો. ગ્રહરિપુએ જુનાગઢના ઉપરકોટના કિલ્લે માંધ્યા. એમ દ્વાશ્રય નામના પુસ્તકમાં લખ્યું છે. સિંધમાં હાલ જ્યાં નગરઠઠ્ઠા છે ત્યાં સામી નગર હતું. તે નગરમાં કૃષ્ણકુમાર સાંખથી ઉતરી આવેલા યાદવેવા રાજ્ય કરતા હતા. ત્યાંથી ચુડચંદ્ર નામના યાદવ જુનાગઢની પાસે વનથલીમાં આવી ઇ. સ. ૮૭૫ માં પેાતાના મામા વાળારામની ગાદીએ બેઠા. ચુડચ'દ્ર પછી તેના પુત્ર હમીર, અને તેના પુત્ર મુળરાજ ઇ. સ. ૯૦૭માં થયા. મુળરાજના પુત્ર વિશ્વવરાહ ઈ. સ. ૯૧૫માં ગાદીએ આન્યા. તેના પુત્ર ગ્રહરિપુ જેને સાલકી મુળરાજે હરાવ્યા તે ઇ. સ. ૯૪૦ માં વનથલીની ગાદીએ આવ્યા હતા. તે વખતે જીનાગઢ નામ હતુજ નહિ, માત્ર ઉપરકોટને ગઢ કહેતા હતા. ઉત્તરમાંથી વનથલી ઉપર ચઢી આવતા દુશ્મનના લશ્કરને