________________
III
પ્રકાશકીય નિવેદન.
પરમ પૂજય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભભાવના તેમજ પ્રેરણાથી વિ.સં. ૨૦૪પના વર્ષે સ્થપાયેલ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતના નામ સાથે જોડાયેલ આ ટ્રસ્ટ, પૂજ્ય આચાર્યશ્રીના શિષ્યરત્ન વિદ્વદ્વર્ય પરમ પૂજય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન પ્રમાણે અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી છે. તેમાં મૂર્ધન્ય વિદ્વજનોને “શ્રીહેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવે છે. વિદ્ધજ્જનોને આમંત્રણ આપીને વિવિધ વિષયો પર પરિસંવાદ અને સંગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવે છે, અને પ્રાચીન સાહિત્યના ગ્રંથોનું સંશોધન-સંપાદન કરાવવાપૂર્વક પ્રકાશન પણ કરવામાં આવે છે. આજ પર્યત આ ટ્રસ્ટના ઉપક્રમે આવા અનેક ગ્રંથોનું પ્રકાશન થએલ છે, જે જૈન સંઘમાં જ નહિ પણ દેશ-વિદેશના અસંખ્ય વિદ્વાનોમાં પણ પ્રશંસનીય તથા ઉપાદેય બનેલા છે. આ ટ્રસ્ટના ઉપક્રમે “અનુસંધાન' નામે એક શોધ પત્રિકા પણ પ્રકાશિત કરવામાં આવે છે. જેના અદ્યાવધિમાં ૭૧ અંકો પ્રકાશિત થયા છે.
આજે આ ટ્રસ્ટના ઉપક્રમે શ્રીહેમચન્દ્રચાર્યના સિદ્ધહેમવ્યારા ઉપર લખાયેલા સિકતવ્યારાઢfજા નામના અપ્રગટ વિવરણનો પહેલો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે, તેનો અમને આનંદ છે. આ ગ્રંથનું હસ્તલિખિત પ્રતિઓ પરથી પ્રતિલિપિ-લેખન તેમજ સંપાદન પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય ઉપાધ્યાય શ્રીવિમલકીર્તિવિજયજી મહારાજે કરેલ છે. આવું સરસ કાર્ય કરવા બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. શ્રી હેમચન્દ્રાચાર્યના સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વ્યાકરણ પરના અપ્રકાશિત અજ્ઞાતકર્તકઢંઢિકાના સાત ભાગો પ્રકાશિત થઈ ગયા છે, તેના પ્રકાશનનો લાભ પણ અમારા ટ્રસ્ટને પ્રાપ્ત થયો હતો તે અમારું પરમ સદ્ભાગ્ય છે. ગ્રંથનું સુંદર અક્ષરાંકન-મુદ્રણ કરી આપવા બદલ કિરીટ ગ્રાફિક્સ (અમદાવાદ)ને ધન્યવાદ.
હઠીસિંહ કેસરીસિંહની વાડી, અમદાવાદ.
મહાસુદ-૧૪, વિ.સં. ૨૦૭૩ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણનિધિ અમદાવાદ.