________________
[53
As Represented in the Kalpasūtra Paintings
ચિત્ર ૬૫ થી ૭૨ પ્રભુ મહાવીરના જન્મ સમયે છપ્પન દિકકુમારીઓનું આગમન. પ્રભુને જન્મ થતાં છપ્પન દિકકમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રીઅરિહંત પ્રભુને જન્મ થએલો જાણી હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી તેમાં ૧ ભગંકરા, ૨ ભગવતી, ૩ સુભગા, ૪ ભાગમાલિની, ૫ સુવત્સા, ૬ વત્સમિત્રા, ૭ પુષ્પમાળા અને ૮ અનંદિતા નામની આઠ દિકુમારીઓએ અધોલોકમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઇશાન ખૂણામાં સૂતિકા ઘર રચ્યું; અને એ ઘરથી એક જન પર્યત વાયુ વડે જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી.
ચિત્રમાં અધલોકથી આવેલી આઠે દિકકુમારીઓ એક હાથમાં સૂતિકા ઘર રચવાની સામગ્રી પકડીને બેઠેલી દેખાય છે. આ આઠે અનુક્રમે, ઉપરથી નીચે જવાની છે. પહેલા હાંસિયામાંની ત્રણ, બીજા હાંસિયામાંની પણ ત્રણ, અને ત્રીજા હાંસિયામાંની ઉપરની બે મળીને કુલ આઠ છે.
ચિત્ર ૭૩ થી ૮૦ દિકકુમારીઓનું આગમન. ૯ મેઘંકરા, ૧૦ મેઘવતી, ૧૧ સુમેઘા, ૧૨ મેઘમાલિની, ૧૩ તોયધારા. ૧૪ વિચિત્રા, ૧૫ વારિયા, અને ૧૬ બલાહિકા નામની આઠ દિકકુમારીઓએ આવી પ્રભુને તથા માતાને નમસ્કાર કરી સુગંધી જળ તથા ફૂલની વૃષ્ટિ કરી.
ચિત્રમાં ઉર્ધ્વ લોકમાંથી આવેલી આઠે દિકકુમારીઓ પિતાના ઉંચા કરેલા એક હાથમાં ફૂલ પકડીને બેઠેલી છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રીજી એક, ચોથા હાંસિયામાંની ચાર, અને ફલક ૪૧ની પહેલા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને આઠ છે.
Fig. 65-72 : The dikkumaris arrive. On the night when Mahavira was born there was a divine lustre caused by the descending and ascending gods. By the power of their avadhijnana (clairvoyance knowledge) seeing that Mahāvīra is born, the 56 dikkumaris (goddesses) arrived and acted as midwives. They came in groups of eight. First group of eight is named : 1. Bhogankarā, 2. Bhogavati, 3. Subhogā, 4. Bhogamālini, 5. Suvatsā, 6. Vatsamitrā, 7. Puşpamālā and 8. Ananditā came from adholoka. They salute the Lord and his mother and prepare sutikaghar (special room to stay after delivery) in the north-east direction, and the earth is cleaned for one yojana around with the help of samyarta wind.
In the painting, eight dikkumaris are represented. They are seated ready with preparation for a sutikaghar. They are to be seen from the left : three of the first panel, three of the second panel and two of the third panel, altogether eight.
Fig 73-80 : The dikkumaris arrive. 9. Meghankarā, 10. Meghavati, 11. Sumeghā, 12. Meghmālini, 13. Toyadhārā, 14. Vicitrā, 15. Vārişeņā and 16. Balahikā came from Urdhvaloka. They salute the Lord and his mother and sprinkle the scented water and flowers.
In the painting, eight dikkumaris are represented. They all seated with a flower in hand. They are third of the third panel and four of the fourth panel and three of the first panel represented in the Plate 41.
ચિત્ર ૮૧ થી ૮૯ દિકુમારીઓનું આગમન. ૧૭ નંદા, ૧૮ ઉત્તરાનંદા, ૧૯ આનંદા, ૨૦ નંદિવર્ધના, ૨૧ વિજયા, ૨૨ વૈજયંતિ, ૨૩ જયંતિ અને ૨૪ અપરાજિતા નામની આઠ દિકકુમારીએાએ, પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે દર્પણ ધર્યા.
ચિત્રમાં પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવેલી આઠે દિકુમારીઓએ પોતાના એક હાથમાં દર્પણ પકડેલું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org