________________
As Represented in the Kalpasūtra Paintings
[43
ત્રિશલા જમણા હાથમાં ફૂલ રાખીને વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને બેઠેલાં છે. તેમના મસ્તક ઉપર પણ ચંદરવો બાંધેલો છે. ચિત્રના ઠેઠ ઉપરના ભાગમાં બે મોર ચિતરેલા છે.
Fig, 56 Soh. 19. Siddhārtha and Trisalā listen to the expounding of the dreams.
When the interpreters had been shown their seats, King Siddārtha seated on a throne and Queen Trisalā behind the elaborately ornamented veil arranged by his order. They two then listened to the interpretation.
In the painting on the left, Siddhārtha wearing dhoti ornaments and mukuta is seated on a throne, holding a naked sword in the right hand and a flower in the left. On the other side of the curtain, drawn across the centre is Trišalá wearing a sari, bodice, ornaments and mukuta. Two peacocks are seen on the balcony at the top.
ચિત્ર પ૭. સિદ્ધાર્થ અને ત્રિશલા તથા કૌટુંબિક પુરુષ. હંસવિ. ૧ ઉપરથી.
ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બોલાવીને આ પ્રમાણે છે : હે દેવાનુપ્રિયો ! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોનાં અર્થનાં પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વપ્નલક્ષણપાઠકોને એટલે સ્વપ્નોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવ.”
Fig. 57. HVB. 1. Siddhārtha, Trisala and the family servants.
Having ordered it to be arranged, he calls the family servants. Having called them, he spoke thus :- Quickly, indeed, o beloved of the gods ! call the interpreters of dreams, who know the great science of Omens and their meanings in their eight branches, and who are well versed in various sciences.
ચિત્રના ઉપરના ભાગના વિસ્તૃત વર્ણન માટે જૂઓ ચિત્ર પદનું આ પ્રસંગને લગતું વર્ણન. નીચેના ભાગમાં ચાર કૌટુંબિક પુરુષો બેઠેલા છે.
In the painting the king and queen, fully ornamented, sit upon their respective seats. Below them are four family servants are seated.
ચિત્ર ૫૮. સ્વમલક્ષણપાઠકો. પાટણ ની પ્રતના પાના ૨૩ ઉપરથી. સિદ્ધાર્થ રાજાએ સ્વપલક્ષણ પાઠકેને વંદી, સારા શબ્દોમાં ગુણસ્તુતિ કરી, પુષ્પ વડે પૂજી, ફળ અને વસ્ત્રાદિના દાન વડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઊભા થઈ તેમનું આદર-સન્માન કર્યું અને પ્રત્યેક સ્વરૂપાઠકે પ્રથમથી જ સ્થાપેલા સિંહાસન ઉપર પોતપોતાની બેઠક લીધી. તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિયે હાથમાં ફલ-ફૂલ લઈ અતિ વિનયપૂર્વક સ્વપ્ન પાઠકને સ્વપ્નનું ફળ પૂછયું.
સ્વપ્ન પાઠકને આ વાત સાંભળી ઘણો જ સંતોષ અને આનંદ થયો. તેમણે તે સ્વપ્નના અર્થ વિચાર્યા અને પોતપોતાની અંદર મસલત ચલાવી. પોતાની બુદ્ધિ વડે બરાબર અર્થ અવધારી પરસ્પર એકબીજાના અભિપ્રાય મેળવી, સંશોના ખુલાસા કરી, એકમત થઈ, સિદ્ધાર્થ ક્ષત્રિય આગળ ચૌદ મહાસ્વપ્નનું ફળ કહેવા લાગ્યા.
ચિત્રમાં ચારે સ્વપ્નપાઠક સુવર્ણના અલગ અલગ સિંહાસન ઉપર બેઠેલા છે અને દરેકે કિંમતી વસ્ત્રાભૂષણે અંગ ઉપર ધારણ કરેલાં છે. ખાસ કરીને દરેકના શરીર પરનાં રેશમી કપડાંની જુદી જુદી જાતની ડિઝાઈને આપણને પંદરમા સિકાના ગુજરાતી કાપડના નમૂનાઓ પૂરા પાડે છે. આ ચિત્ર પણ સર્વાંગ સુંદર છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org