________________
28 J
The Life of Lord Sri Mahavira ડિઝાઈનવાળા કિંમતી ગાલીચા ઉપર ચન્દ્રદેવ બેસીને ઉડતા દેખાય છે. ચિત્રની ઉપરના બંને ખૂણામાં એકેક સિંહની આકૃતિ દોરેલી છે, જે ચિતરવાના ચિત્રકારને આશય ચન્દ્રદેવનું વિમાન બતાવવાના હાય એમ લાગે છે, કલ્પસૂત્રની કાઈપણુ હસ્ત પ્રતમાં છઠ્ઠા સ્વપ્ત તરીકે પૂર્ણચન્દ્રનું આ જાતનું સ્વરૂપ ચીતરેલું મારા જોવામાં આવ્યું નથી. આ ચિત્ર આપણને ચૌદમા સૈકાના અંતભાગની ચન્દ્રદેવની મૂર્તિના મૂર્તિવિધાનના નમૂને પૂરો પાડે છે.
Fig. 37. HGP. 1, 23. The moon. The sixth dream was the full moon. The moon god is seated on a round cushion and faces to the left. He is holding the purnakalasha in the right hand and a lotus flower in the left; he wears a mukuta, a yellow criss-crossed dupatta and a rose coloured dhoti.
This is an unique figure of Moon-God.
ચિત્ર ૩૮. સૂર્ય. પાટણ ૧, ૨૪. ત્યારપછી વળી, અંધારા પડળાને ફાડી નાખનાર, તેજથી ઝળહળતા, રાતા આસાપાલવ, ખિલેલાં કેસુડાં, પાપટની ચાંચ, ચણેાડીનેા અડધા લાલભાગ એ બધાનાં રંગ જેવા લાલચાળ, કમળનાં વનાને ખિલવનાર, વળી, જ્યેાતિષચક્ર ઊપર ફરનારી હાવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવા, હિમનાં પડળાને ગળે પકડનાર, એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળના મુખ્ય નાયક, રાત્રિને નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર ખરાખર સારી રીતે જોઇ શકાય એવા, ખીજે વખતે જેની સામે જોઇ જ ન શકાય એવા રુપવાળા, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચાર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હડાવી નાખનાર, મેરૂ પર્વતની આસપાસ નિર'તર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શેાભાને પેાતાનાં કિરણાવડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમા સ્વમમાં જૂએ છે.
ચિત્રમાં સૂર્યનારાયણ બે પૈડાવાળાં બંને બાજુ એકેક ઘેાડા જોડેલા અને તે બંને ઘેાડાને હાંકતાં એકેક અરુણુ સારથિ સહિતના રથ પર બિરાજમાન થએલા છે. સૂર્યનારાયણે બંને હાથે પ્રકાશનાં કિરણા પકડેલાં છે. ચિત્રની પૃષ્ઠભૂમિ સિંદૂરિયા લાલરગની છે. સૂર્યનું આ જાતનું ચિત્ર આજસુધી મળી આવેલી બીજી કાઇપણ કલ્પસૂત્રની હસ્તપ્રતમાં મારા જોવામાં આવ્યું નથી, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે. વળી, આ ચિત્ર પંદરમા સૈકાની શરૂઆતના સમયની સૂર્યનારાયણની મૂર્તિની આકૃતિના એક નમૂના છે. સારથીઓની હાંકવાની રીત અને ઘેાડાઓના ઢોડવાના વેગ પણ ચિત્રકારની પેાતાના વિષય ઉપરની રજૂઆત કરવાની પૂર્ણ શકિત સાઅિત કરે છે.
Fig. 38, HGP. 1, 24. The Sun. The seventh dream was the red sun.
In our painting the sun is anthropomorphic, seated on his chariot with legs crossed and dangling down in front. His roundness is indicated by a circle behind his head. He is riding in the two horses chariot, driven by his charioteer Aruna (Dawn.)
ચિત્ર ૩૯. ધ્વજા (ધજા). દેવસા.ની પ્રત ઉપરથી. ત્યારપછી વળી, આઠમા સ્વપ્નમાં ઉત્તમ સાનાના ક્રૂ'ડની ટોચ ઉપર બરાબર બેસાડેલા, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધેાળાં તથા સુંવાળાં, વળી પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મારપીંછાં વાળની જેમ શેાલી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ને જૂએ છે, એ ધ્વજ અધિક શે।ભાવાળા છે, જે ધ્વજને મથાળે-ઉપરના ભાગમાં સ્ફટિક અથવા તાડેલા શંખ, શંકર, મેગરા, પાણીનાં બિંદુએ અને રૂપાના કળશ એ બધાંની જેવા ધેાળા રંગના શેાભા સિંહ શેાલી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતા ન હેાય એવા દેખાય છે એવા એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણા માટા છે અને માણસાને ભારે દેખાવા લાગે છે,
ચિત્રમાં ધ્વજમાં સિહ ચીતરેલા નથી. વળી, ઉપરના ભાગમાં એક પૂર્ણકલશ ચીતરેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org