________________
26)
The Life of Lord Sri Mahāvira કમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની અને જાંઘો ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બન્ને હાથે ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સેનાને કંદરે પહેરેલ છે એવી, એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રૂંવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટોળું, મેઘનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર મનોહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તેવા પાતળે અંદર ત્રિવલીવાળો જેણીનાં શરીરનો મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં, પીળા સોનાનાં, ચોકખા લાલ સેનાના જેણીએ આભરણ અને ભૂષણો સજેલાં છે એવી, જેણીના સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કુંદ-મગરા વગેરેનાં ફૂલની માળાથી સજેલાં છે એવી વચ્ચે વચ્ચે જ્યાં શેભે ત્યાં પન્નાનાં નંગો જડેલાં હોઈને શેભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મેતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ ચમક્તા એવા મેતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલાં મણિસૂત્રથી સોહામણી એવી, તે લક્ષમીદેવીએ ખભા સુધી લટકતાં ચમકતાં બે કંડલને પહેરેલાં છે તેથી વધારે સોહામણું તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખને કુટુંબી-સગે–જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શેભાગુણના સમુદાય વડે તે શેભીતી લાગે છે, તેનાં લેચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બને હાથમાં કમળ રાખેલાં છે અને કમળામાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપક્યાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મેજને ખાતર વીંજાતા પંખાવડે શેભતી એવી, એકદમ છૂટા છૂટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણુ-સુંવાળા અને લાંબા વાળ વાળો એને કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઊપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષમીદેવીને ત્રિશલા રાણી ચોથે સ્વમે જુએ છે.
ચિત્રની મધ્યમાં ચાર હાથવાળાં લક્ષ્મીદેવી બેઠેલાં છે. તેમના ચાર હાથ પૈકી ઉપરના જમણા તથા ડાબા હાથમાં કમળના ફૂલ ઉપર એકેક હાથી ઊભેલો છે. નીચેના જમણા હાથમાં વરદમુદ્રાએ માળા પકડેલી અને ડાબા હાથમાં વરદમુદ્રાએ ફલ પકડેલું છે. તેઓ સુવર્ણના બાજોઠ ઉપર બેઠેલાં છે. માથે મુગટ, કાને કુંડલ, હાથે રત્નજડિત ચૂડીઓ, કપાળમાં સુંદર તિલક તથા પાછળ અંબોડાના વાળ પણ બંને બાજુ બાંધેલા દેખાય છે. મસ્તકના ઉપરના ભાગમાં તથા વિમાનને ફરતી સુંદર કમલ ફૂલોની ડિઝાઈનવાળી કમાન છે અને કમાનની ઉપરના ભાગમાં બંને બાજુએ એકેક મેર મુખમાં રત્નની માળા લઈને બેઠેલા છે.
Fig. 35. HGP, 1. 21. The goddess Sri. The fourth of the fourteen lucky dreams is represented alone.
The goddess is seated in a spired seat of honour, looking straight forward. She is four-armed, and in the upper hands carries the two lotuses with elephants mentioned in the KS text. She is dressed in a bodice, lower garment, and scarf, wears full ornaments, and on her forehead carries the usual spot (tilaka). Peacocks are shown in the upper corners.
ચિત્ર ૩૬. દેવસા.ની પ્રત ઉપરથી. ફૂલની માળા. વળી, પાંચમા સ્વમમાં ત્રિશલા આકાશમાંથી નીચે પડતી માળાને જૂએ છે. મંદારનાં તાજાં ફૂલો ગુંથેલાં હોઈને એ માળા સુંદર લાગે છે. એમાં ચેપ, આસોપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડ, મોગરો, મહિલકા, જાઈ, જૂઈ, અંકલ, કૂ, કરંટકપત્ર, મર-ડમરે, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર-આંબો એ બધાં વૃક્ષો અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org