________________
10]
The Life of Lord Sri Mahāvira जिनेन्द्रपादः परिपूज्यपृष्टरतिप्रभावरपि संनिकृष्ठम् ।
भद्रासनं भद्रकरं जिनेन्द्र पुरो लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥ २॥ ભાવાર્થ : અત્યંત પ્રભાવશાળી, પૂજનીય છે તળિયાં જેમનાં, એવા જિનેશ્વરનાં ચરણો વડે સન્નિકૃષ્ટ-યુક્ત અને કલ્યાણકારી તેમ જ મંગળના શ્રેષ્ઠ પ્રયાગરૂપ એવું ભદ્રાસન જિનેશ્વર ભગવાનના આગળ આલેખવું.
पुण्यं यज्ञ समुदयः प्रभुता महत्वं सौभाग्यधीविनयशर्ममनोरथाश्च ।
वर्धन्त एव जिननायक ते प्रसादात तद्वर्धमानयुगसंपुटमादधानः ॥३॥ ભાવાર્થ : હે જિનેશ્વર દેવ ! આપની કૃપાથી પુણ્ય, યશ, ઉદય, પ્રભુતા અને મહત્ત્વ તથા સૌભાગ્ય, બુદ્ધિ, વિનય અને કલ્યાણની કામનાઓ વધે છે; માટે વર્ધમાન સંપુટકને આલેખું છું.
विश्वत्रये च स्वकुले जिनेशो व्याख्यायते श्रीकलशायमानः ।
अतीऽवपूर्ण कलशं लिखित्वा जिनाचनाकर्म कृतार्थयामः ॥४॥ ભાવાર્થ : ત્રણ જગતમાં તેમ જ પિતાના વંશમાં ભગવાન કલશસમાન છે, માટે પૂર્ણકલશને આલેખીને જિનેશ્વરની પૂજાને સફળ કરીએ છીએ.
अन्तः परमज्ञानं यदभाति जिनाधिनाथहृदयस्य ।
तच्छीवत्सव्याजात्प्रकटीभूतं बहिर्वन्दे ॥ ५ ॥ ભાવાર્થ : શ્રીવત્સના બહાનાથી પ્રગટ થએલ, જિનેશ્વર દેવના હૃદયમાં જે પરમજ્ઞાન શોભે છે તેને વંદન કરું છું.
त्वद्वन्ध्यपञ्चशरकेतनभावक्लप्त कर्तु मुधा भुवननाथ निजापराधम् ।
सेबां तनोति पुरतस्तव मीनयुग्मं श्राद्वैः पुरो विलिखितोरुनिजाङ्गयुक्त्या ॥ ६॥ ભાવાર્થ : હે જગતપ્રભુ ! શ્રાવકેએ પોતાના અંગની-અંગુલિની યુતિથી આલેખેલ મીનયુગલ, આપનાથી નિષ્ફળ થયેલા કામદેવના વજરૂપે કપાએલ હોઈ પોતાના અપરાધને ફોકટ કરવા માટે આપની સેવા કરે છે.
स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् ।
स्वस्तिकं तदनुमानलो जिनस्याग्रतो बुधजनैर्विलिख्यते ॥ ७ ॥ ભાવાર્થ - જિનેશ્વર દેવના જન્મ સમયે એક ક્ષણવારમાં મર્યલોક, સ્વર્ગલોક અને પાતાલલેકમાં સ્વસ્તિ શાંતિ-સુખ ઉત્પન થયું હતું. એ માટે જ્ઞાની મનુષ્ય જિનેશ્વર ભગવાનની આગળ સ્વસ્તિકને આલેખે છે.
त्वत्सेवकानां जिननाथ दिक्षु सर्वासु सर्वे निधयः स्फुरन्ति ।
अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयतां सुखानि ॥ ८ ॥ ભાવાર્થ : હે જિનેશ્વર ! તારા સેવકોને સવે દિશાઓમાં નિધિએ ફ્રાયમાન થાય છે–પ્રાપ્ત થાય છે; તેથી કરીને ચારે બાજુ નવ ખૂણાવાળો નન્દાવર્ત સજજનોને સુખ કરે.
ઉપર પ્રમાણેના વર્ણનવાળા અષ્ટમાંગલિક, મહા માંગલિક અને કલ્યાણની પરંપરાના હેતુભૂત હોવાથી જિનમંદિરોમાં પાષાણ ઉપર કરેલા, લાકડાના પાટલાઓમાં કોતરેલા, સુખડની પેટીઓ ઉપર કોતરેલા, શ્ર કાઓ જિનમંદિરે લઈ જવા માટે અક્ષત અને બદામ જેમાં મૂકે છે તે ચાંદીની ડાબડીઓ ઉપર, સાધુઓને પુસ્તકોની નીચે રાખવાની પાટલીઓ ઉપર ચીતરેલા તથા રેશમની અને કોઈ કાઈ દાખલાઓમાં વળી સાચા મોતીથી પણ ભરેલા મળી આવે છે.
આ પ્રતનાં ચિત્રમાં રેખાઓ વધુ બારીક થાય છે. પરંપરાની જાડી વેગવાન લીટીઓનું સામર્થ્ય તેમાં નથી, પણ ચિત્રકાર ઝીણવટનો લાભ લેવા ઉત્સુક હોવાથી વિગતે વધારે ચીતરવા મળ્યો હોય એમ લાગે છે.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org