________________
): 1
જેના પ્રતીક
જૈન પ્રતીક એ ઘણા બધા પ્રતીકોનું સંમિશ્રણ છે. દરેકની પોતાની આગવી ઓળખ છે. આગવી પરિભાષા છે. આ પ્રતીક જૈનોના તમામ સંપ્રદાયો દ્વારા ભગવાન મહાવીરની ૨૫OOમાં નિર્વાણ વર્ષની ઉજવણી વખતે માન્ય રખાયેલો છે.
.
પ્રતીકની બાહરી રેખા વિશ્વ (લોક)ને દર્શાવે છે. નીચેના ભાગ સાત નરકને સૂચવે છે. મધ્યભાગમાં પૃથ્વી અને મનુષ્યલોકનો સમાવેશ થાય છે. ઉપરનો ભાગ દેવલોક અને દિવ્ય તત્વોને સમાવે છે જ્યારે એકદમ ઉપર સિદ્ધશિલા- સિદ્ધમુક્ત આત્માઓનું સ્થાન છે.
જૈન પરંપરા પ્રમાણે વિશ્વને કોઇએ બનાવ્યું નથી કે કોઇ એનો વિનાશ કરી શકતું નથી. કદાચ એનું રુપ સ્વરુપ બદલાતું રહે પણ સામાન્ય રીતે એનું અસ્તિત્વ હંમેશા છે અને રહેશે.
ઉભો હાથ (પંજો) એ રુક જાવ ની સંજ્ઞા છે. ચક્રના મધ્યમાં કોતરાયેલો શબ્દ છે અહિંસા, અહિંસા એટલે કોઈ
ણ જાતની હિંસા નહી. આ બે વચ્ચે એઓ આપણને કંઇ પણ કરતા પહેલા એક મિનિટ રોકાવવાનું અને બે વખત વિચારવાનું સૂચવે છે. આ આપણને આપણી વૃત્તિઓ, પ્રવૃત્તિઓને નિરીક્ષવાની તક આપે છે કે આપણે શબ્દો, વિચારો કે આચરણ દ્વારા કોઇને દુભવ્યા નથી. આપણે અન્યને કહેવાનું પણ નથી કે પ્રેરવાના પણ નથી કે એઓ આવી નુકસાનકારક પ્રવૃત્તિમાં ભાગ લે. હાથમાં રહેલ ચક્ર આપણને યાદ કરાવે છે કે જો આપણે સાવધ નહી રહીએ અને આ ચેતવણી પ્રત્યે દુર્લક્ષ્ય સેવીશું અને હિંસાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખશું તો આ ચક્ર ચાલ્યાજ કરશે. આપણે જન્મ-મરણના ચકરાવામાં અથડાતા જ રહીશું.
સ્વસ્તિકના ચાર હાથ આપણને યાદ અપાવે છે કે જન્મ-મરણની આ શ્રૃંખલા દરમ્યાન ચાર ગતિ (દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ)માં આપણે કોઇ પણ ગતિમાં જન્મ લઇએ, આપણું લક્ષ્ય મુક્તિનું હોવું જોઇએ ન કે ફરી-ફરી જન્મ લેવાનું.
આપણે આ કેવી રીતે કરી શકીએ, એ માટે સ્વસ્તિક આપણને યાદ કરાવે છે આપણે ચતુર્વિધ સંઘના સ્તંભ બનવું જોઇએ. તો જ આપણે મોક્ષ-મુક્તિ મેળવી શકીએ. એનો અર્થ એ છે કે પહેલા આપણે સાચા શ્રાવક અને શ્રાવિકા બનવા માટે પુરુષાર્થ કરવો જોઇએ. જ્યારે આપણી સામાજિક જવાબદારીઓ અદા થઇ જાય ત્યારે દુન્યવી જીવનનો ત્યાગ કરીને મુક્ત થવા માટે સાધનાનો માર્ગ અપનાવવો જોઇએ.
સ્વસ્તિક ઉપર રહેલા ત્રણ બિંદુઓ જૈન ધર્મના ત્રણ રત્નોને પ્રદર્શિત કરે છે. સમ્યગ્દર્શન (સાચી સમજણ), સમ્યજ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યગ્વારિત્ર (સાચું અનુશાસન) આ ત્રણે સાથે હોય તો જ મોક્ષ માર્ગની આરાધના થઈ શકે અને મુક્તિની મંઝિલ મળી શકે. સમ્યજ્ઞાન એટલે દેહ અને આત્મા જુદા છે, આત્મા મોક્ષને પામે છે. દેહ નહી. સમ્યગ્દર્શન એટલે સર્વજ્ઞ જિનેશ્વર દેવે કહેલા તત્વમાં શ્રદ્ધા રાખવી. સમ્યગ્વારિત્ર એટલે આપણો વ્યવહાર આપણું આચરણ રાગ-દ્વેષથી મુક્ત હોવું જોઇએ.
જો વિશ્વના ટોચે જે અર્ધચંદ્રાકાર રેખા છે તે સિદ્ધશિલાનું પ્રતીક છે અને એના ઉપર જે બિંદુ છે તે શુદ્ધ- બુદ્ધ અને મુક્ત બનેલા આત્માનું પ્રતીક છે. સિદ્ધ જીવોનું આ શાશ્વત સ્થાન છે. આ સ્થાનને પ્રાપ્ત કરવા માટે આત્માએ તમામ કર્મોને મૂળથી નષ્ટ કરવા જોઇએ. દરેક જીવાત્માએ મુક્તિ માટે, મોક્ષ માટે પ્રબળ પુરુષાર્થ કરવો જોઇએ.
029 VI