________________
તેમણે ખુબ કાળજીપૂર્વક ઉત્તમ આયોજન કર્યું. ભવ્ય ભપકાદાર લગ્ન પ્રસંગની ઉજવણી માટે વિશાળ માનવ સમુદાય એકત્રિત થયો. લગ્ન માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય અલંકૃત કરેલ રથ પર નેમકુમાર આરુઢ થયાં. જયારે લગ્નનો વરઘોડો કન્યાના મંડપ નજીક પહોંચ્યો, ત્યાં જ નેમકુમારે પ્રાણીઓની કકિયારીભર્યો કરુણ અવાજ સાંભળ્યો. સાથો સાથ રસ્તાની એકબાજુએ તેમણે વિશાળ વિસ્તારમાં પૂરાયેલા અને પાંજરામાં કેદ કરાયેલા પશુઓ અને પક્ષીઓનું વિલાપ કરતું આક્રંદ સાંભળ્યું. સહાનુભૂતિ અને કરુણાથી ભાવુક થયેલ નેમકુમારે સારથીને આક્રંદ કરતાં આ પશુઓ અને પક્ષીઓને શા માટે કેદ કરવામાં આવ્યાં છે તે વિષયક પૃચ્છા કરી.
સારથીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે આ કરુણ પોકાર- આક્રંદ તે લગ્નોત્સવના જમણવાર માટે કતલ કરવામાં આવનાર
પશુ-પક્ષીઓનો છે. પોતાના લગ્નની મિજબાનીના આયોજન રુપ જમણવાર માટે થતી આ હિંસાના આયોજનને નેમકુમાર સહી શક્યાં નહીં. તેમણે સારથીને આ બધાજ પશુ-પક્ષીઓને મુક્ત કરવા માટે વિનંતી કરી. તેમણે આવી હિંસા કેવી રીતે અંકુશિત કરી શકાય, તે દિશામાં ચિંતન શરુ કર્યું. "પ્રત્યેક જીવોની સલામતી અને શાંતિ માટે શું કોઈ એક ઉપાય પ્રયોજી શકાય?" તેવું ચિંતનાત્મક મનન પોતાના મન સાથે શરું કર્યું. ચિંતનાત્મક ગહન વિચારણા કરતાં એક વાત સ્પષ્ટ થઇ કે
પ્રત્યેક પ્રાણીના કલ્યાણાર્થે તેમણે તલસ્પર્શી સમીક્ષાત્મક આયોજન કરવું જોઈએ. કલ્પનાચક્ષુ વડે તેમણે નિહાળ્યું કે લગ્ન પછી પોતે સાંસારિક સંબંધોથી આવૃત થઈ જશે. લપેટાઈ જશે, પછી આવી તલસ્પર્શી ગહન સમીક્ષા કરવી તે એમને માટે એક દુષ્કર કાર્ય રૂપ સાબિત થશે. હવે તેઓ સમજી શક્યા હતાં કે વર્તમાન ક્ષણ એ જ પ્રત્યેક સજીવોને સુખ-શાંતિ ઉપલબ્ધ કરાવવા માટેનો યોગ્ય સમય છે અને આથી જ તેઓએ લગ્ન ન કરવાનો ત્વરિત નિર્ણય લઈ લીધો.
વરઘોડાના પ્રત્યેક જાનૈયાઓ તેમના આવા નિર્ણયને કારણે હતપ્રભ થઈ ગયા હતાં. તેમના સ્નેહીઓ -સ્વજનો અને મિત્રોએ તેમને પોતાના આ નિર્ણયમાંથી પરાવૃત -વિમુખ કરવા પ્રયત્નો કર્યા. તેમણે શાંતિપૂર્વક સર્વેને સમજાવ્યું કે તેમનું ધ્યેય દરેક જીવોને આ દુ:ખ, યાતનામાંથી સ્વતંત્રતા અપાવવાનું, મુક્ત કરવાનું છે. પોતાના ધ્યેયની પૂર્તિ કરતાં સમજાવ્યું કે જેવી રીતે આ પ્રાણીઓ પોતાના પાંજરામાં કેદ કરાયેલાં છે, તેવી રીતે આપણે બધાં પણ આપણાં કર્મપી પિંજર કે જે પશુઓની આ વાડ કરતાં પણ અતિ મજબુત છે તેમાં કેદ થયેલ છીએ. પાંજરામાંથી મુક્ત કરાયેલ પ્રાણીઓની આનંદની અનુભૂતિ આ વાતને સ્પષ્ટ કરે છે. મુક્તિમાં આનંદ છે, બંધનમાં નહીં. મારે આ કર્મબંધનની મુક્તિનો રાહ શોધીને શાશ્વત સુખ-શાંતિનો રાહ પ્રાપ્ત કરવો છે. મહેરબાની કરીને મને કોઈ અવરોધશો નહીં." પછી તેમણે રથના સારથીને રથ પાછો વાળવા વિનંતી કરી.
પોતાના રાજયમાં પાછા ફરીને નેમકુમારે સતત એક વર્ષ સુધી પોતાની સમગ્ર સંપત્તિ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન| સ્વરૂપે ભેટ કરી. પછી તેઓ પોતના રાજમહેલનો ત્યાગ કરી નજીકમાં આવેલા રૈવતબાગમાં ગયા. ત્યાં અશોકવૃક્ષ નીચે તેમણે પોતાના બધા રાજસી અલંકારો, આભૂષણો અને વસ્ત્રોનો ત્યાગ કર્યો. અને પંચમુઠી લોચ કર્યો. તેમણે બીજા એક હજા૨ શ્રમણો સાથે દીક્ષા અંગીકાર કરી સાધુત્વ સ્વીકાર્યું શ્રીકૃષ્ણ પણ આ પ્રસંગથી ખુબજ ભાવવિભોર થઈ ગયાં. તેમણે પોતાના પિતરાઈભાઈને પોતાના આવા ઉમદા ધ્યેયમાં સફળતા પ્રાપ્ત કરે તેવા શુભાશિષ પાઠવ્યાં.
149|