________________
ભગવાન નેમિનાથ
પ્રાચીનકાળમાં ઘણા સમય પૂર્વે ભારતમાં યમુના નદીને કિનારે યાદવકુળના વંશજો સ્થિર થયાં હતાં. મથુરા અને સૌરીપુર યાદવકુળના મુખ્ય કેન્દ્ર સ્થાનો હતાં. વર્તમાન સમયમાં તે ઉત્તરપ્રદેશમાં આવેલા છે. સૌરીપુરનગરમાં યાદવરાજ સમુદ્રવિજય રાણી શિવાદેવી સાથે રાજય કરતાં હતાં. તીર્થકર નેમીનાથે યાદવરાજને ત્યાં જન્મધારણ કર્યો અને તેમનું નામ નેમિકુમાર રાખવામાં આવ્યું. જયારે તેઓ માતાના ગર્ભમાં હતા, ત્યારે માતાએ અરિષ્ટનામની કાળારત્નની પંકિત સ્વપ્રમાં જોઈ અને તેથી જ તેઓ અરિષ્ટનેમિ નામથી ઓળખાયાં. સમુદ્રવિજયના લઘુબંધુ રાજા વાસુદેવ મથુરાનગરીના રાજા હતાં. તેમને બે રાણીઓ હતી. રાણી રોહિણીને બલરામ (પદ્મ) નામે પુત્ર હતો અને રાણી દેવકીને શ્રીકૃષ્ણ નામે પુત્ર હતો. જૈન પરંપરાનુસાર બલરામ અને શ્રીકૃષ્ણ બંને અનુક્રમે નવમાં બલદેવ અને વાસુદેવ મનાય છે. હિંદુ પરંપરાનુસાર શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. તે સમયમાં શિકાર ખેલવો તે મનપસંદ પ્રીતિપાત્ર રમત હતી અને જુગટું ખેલવું તે પ્રતિષ્ઠિત પ્રવૃત્તિ તરીકે સ્વીકાર્ય હતું. ધાર્મિક વિધિઓની યજ્ઞક્રિયાઓમાં પ્રાણીઓનું બલિદાન આપવામાં આવતું અને હિંસક આહાર લોકમાન્ય પ્રચલિત હતો. તે સમયે કેન્દ્રીય ભારતનો સમગ્ર વિસ્તાર વિવિધ રાજ્ય વચ્ચેના ષડયંત્રના પ્રબળ વર્ચસ્વને કારણે અવ્યવસ્થિત થઈ ગયેલ હતો. રાજા કંસ અને મગધના જુલ્મી-નિર્દય રાજા જરાસંઘ અધમ હતાં. જૈન પરંપરાનુસાર રાજા જરાસંઘ પ્રતિવાસુદેવ મનાય
લોકોના રક્ષણાર્થે અને પ્રતિદિન ઉપસ્થિત થતી સમસ્યાના નિવારણાર્થે યાદવવંશના સમુદ્રવિજય, વાસુદેવ, ઉગ્રસેન અને શ્રીકૃષ્ણ સહિત કેટલાંક રાજાઓ મથુરા અને સૌરીપુરથી ભારતમાં પશ્ચિમ કિનારે ગુજરાત રાજયમાં સ્થળાંતર કર્યું. શ્રીકૃષ્ણ રૈવતક (ગિરનાર) પર્વતની નજીક સમુદ્રકિનારે દ્વારકા નામે એક અતિ સુંદર - વિશાળ અને રમણીય નગરી વસાવી. આ નગરીનું ભવ્યાતિભવ્ય બાંધકામ અને મજબૂત કિલ્લેબંધીએ તેને સુંદર-સોહામણું, સ્વર્ગીય અને અજેય નગર બનાવ્યું હતું. ગિરનાર પર્વતની તળેટીની બીજી બાજુએ આવેલ જુનાગઢ નગરના રાજા ઉગ્રસેન થયાં. રાણી ધારિણીની કુક્ષીએ તેમને રાજીમતી-રાજુલ નામે એક પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ. તેની અતિસુંદર અને લાવણ્યમયી યુવાસુંદરી હતી. તેની સાથે લગ્ન કરવા અનેક રાજકુમારો ઉત્સુક હતાં. તેમ છતાં પણ, જયારે તેણે નેમકુમાર વિષે જાણ્યું, ત્યારે તે તેમના તરફ આકર્ષિત થઈ અને તેની સાથે લગ્ન કરવા ઉત્સુક થઈ. રાજા ઉગ્રસેને રાજુલનો વિવાહ નેમકુમાર સાથે કરવા રાજા સમુદ્રવિજયને વિનંતિપત્ર મોકલાવ્યો. અનેકવિધ પ્રયત્નો, મિત્રો અને સ્વજનોના પ્રયાસો અને સમજાવટ તથા અનેક પ્રકારની આનાકાની-ચર્ચા પછી નેમકુમાર વિવાહ માટે સહમત થયા. નેમ અને રાજુલનું એક આદર્શ દંપતિયુગલ થશે તેવી ભાવનાથી પ્રત્યેક કુટુંબીજનો- સ્નેહીઓ આનંદવિભોર થઈ ગયાં હતા અને એક શુભ દિવસે અને શુભમુહુતે બંનેનો લગ્નપ્રસંગ યોજવામાં આવ્યો.
રાજા ઉગ્રસેન માટે પોતાની વ્હાલસોયી પુત્રીના વિવાહનો પ્રસંગ પોતાની જીંદગીનો એક
અતિમહત્ત્વપૂર્ણ આનંદોત્સવ હતો. લગ્ન માટે 148