________________
બાવીસ પરીષહેમાંથી ચૌદ પરીષહ સૂમસમ્પરાય અને છઘસ્થ વીતરાગમાં જોવા મળે છે. જે જીવમાં સમ્પરાય અર્થાત ભષાયનો સૂક્ષ્મ અંશ જ બાકી રહી જાય છે, તે દશમાગુ ગુસ્થાનવત્તી ઉપશામક અથવા ક્ષેપક મુનિ સૂમસમ્પરાય કહેવાય છે. જે ઇશ્વમાં અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોમાં સ્થિત છે તે છઘસ્થ કહેવાય છે. છદ્મસ્થ હોવા છતાં પણ જે વીત. રાગ થઈ ચૂક્યો હોય અર્થાત્ ચાર ઘાતી કર્મોમાંથી મેહનીય કર્મને જેણે પૂર્ણ રૂપથી ઉપશમ અથવા ક્ષય કર્યો હોય, તે છઘસ્થ વીતરાગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અગીયારમાં અને બારમાં ગુણસ્થાનવાળા મુનિને છવસ્થ વીતરાગ કહે છે. અગીયારમાં ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણી કરનાર જ જાય છે. મોહનીય કર્મને પૂર્ણ ઉપશમ થઈ જવાથી, લેશમાત્ર પણ ઉદય ન રહેવાથી, તે ઉપશાન્ત મહ વીતરાગ કહેવાય છે. ક્ષપકશ્રેણીવાળો જીવ દશમાં ગુણસ્થાનથી સંધ બારમાં ગુણસ્થાનમાં પહોંચે છે, તે સમયે મહને સર્વથા ક્ષય થઈ જવાથી તે ક્ષીણકષાય વીતરાગ હોય છે, પરંતુ આ બને ગુણસ્થાનમાં જ્ઞાનાવરણ આદિ ત્રણ ઘનઘાતિ કર્મ વિદ્યમાન રહે છે આથી કેવળદનની પ્રાપ્તિ થતી નથી, એ કારણે તે છદ્મસ્થ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે જે મહામુનિ દસમાં, અગીયારમાં અને બારમાં ગુસ્થાનમાં વિદ્યમાન હોય છે, તેમને ચૌદ પરીષહ હોઈ શકે છે. આ ચૌદ પરીષહ આ પ્રમાણે છે– (૧) સુધા (૨) પિપાસા (૩) ટાઢ (૪) તડકે (૫) દશમશક (૬) ચર્યા (૭) પ્રજ્ઞા (૮) અજ્ઞાન (૯) અલાભ (૧૦) શસ્યા (૧૧) વધ (૧૨) રેગ (૧૩) તૃણસ્પર્શ (૧૪) મલ
શંકા-છવસ્થ વીતરાગમાં મેહનીય કમનો અભાવ હોવાથી અચેલ, અરતિ સ્ત્રી, નિષધ, આકોશ, યાચના, સરકાર પુરરકાર અને દર્શનપરીષહ એ આઠ પરીષડ હેતા નથી એ કારણે ચૌદ પરીષહે હેવાને નિયમ બરાબર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
७७