________________
સમજ નથી” એવી જાતના પિતાના માટે કહેવામાં આવેલા આક્ષેપવચનને જે સહન કરી લે છે, જેનું ચિત્ત સદા પ્રમાદથી રહિત હોય છે, જે અત્યન્ત દુષ્કર તપશ્ચર્યા કરે છે, હજુ સુધી પણ મને જ્ઞાનની વિપુલતા પ્રાપ્ત થતી નથી, એ જાતને વિચાર જે કરતા નથી, એવા પુરૂષનું અજ્ઞાનને સમભાવથી સહન કરી લેવું અજ્ઞાનપરીષહજય કહેવાય છે.
(૨૨) દર્શનપરીષહ-સમ્યગ્રદર્શનની રક્ષા કરવામાં જે કષ્ટ ઉત્પન્ન થાય છે તેને સમતાપૂર્વક સહન કરી લેવા દર્શનપરીષહજય કહેવાય છે જેમ કે મેં બધાં પદાર્થોના મર્મને સમજી લીધો છે, મારૂં ચિત્ત ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવનાથી વિશુદ્ધ છે અને હું દીર્ઘકાળથી દીક્ષાનું પાલન કરી રહ્યો છું, તે પણ મને જ્ઞાનાતિશય (વિશિષ્ટજ્ઞાન)ને લાભ થતું નથી ! લોકવાયકા છે અને શાસ્ત્રોમાં લખેલું છે કે મહાન ઉપવાસ આદિ અનુષ્ઠાન કરનારાઓને વિશિષ્ટ પ્રકારના પ્રાતિહાર્ય પ્રાપ્ત થઈ જાય છે, પણ આવું કહેવું પ્રલાપ માત્ર છે. તેનું પાલન કરવું નિષ્ફળ છે! આ દીક્ષા પણ નિરર્થક છે! આથી આ દર્શન મારા માટે ભારસ્વરૂપ છે. આનાથી આત્માનું રક્ષણ થઈ શકે નહીઆ પ્રકારની શંકા પર વિજય પ્રાપ્ત કરે દર્શનપરીષહજય છે અથવા સાધુના દર્શન સંબંધી સદેહના સમયે કેઈ દેવ કઈ વસ્તુને બતાવીને લેભાવે તે તે લેભનો અનાદર કરવા માટે જે માનસિક અને શારીરિક પરીષહ ઉત્પન્ન થાય છે તેને જીતવું, દર્શનપરીષહ કહેવાય છે. ૮
તત્વાર્થનિર્યુકિત-પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર આસ્રવનિ ધ રૂપ સંવરના કારણે છે. આ પૈકી ક્રમ પ્રાપ્ત પરીવહના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તેના ભેદોની પ્રરૂપણ કરીએ છીએ–
ક્ષધા-પિપાસા આદિના ભેદથી પરીષહ બાવીસ છે. તે આ પ્રકારે છે(૧) સુધાપરીષહ (૨) પિપાસાપરીષહ (૩) શીતપરીષહ (૪) ઉણપરીષહ (૫) દેશમશકપરીષહ (૬) અચલપરીષહ (૭) અરતિપરિષહ (૮) સ્ત્રી પરીષહ ( ચપરીષહ (૧૦) નિષદ્ય પરીષહ (૧૧) શય્યા પરીષહ (૧૨) આક્રોશપરીવહ (૧૩) વધપરીષહ (૧૪) યાચનાપરીષહ (૧૫) અલાભપરીષહ (૧૬) રેગ. પરીષહ (૧૭) તૃણસ્પર્શ પરીષહ (૧૮) જલમલપરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (૨૦) પ્રજ્ઞાપરીષહ (૨૧) અજ્ઞાનપરીષહ અને (૨૨) દર્શનપરીષહ.
(૧) જે શ્રમણ તીવ્ર ભૂખની વેદનાને સહન કરે છે, પેટના આંતરડાને સળગાવે એવી સુધાને આગમોક્ત વિધિ અનુસાર સહન કરે છે અને અનેષગીય આહાર આદિને ત્યાગ કરે છે, તે સુધાપરીષહ વિજેતા કહેવાય છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
७१