________________
અહંત ભગવાન ધર્મના આદ્ય ઉપદેશક છે. તેમના દ્વારા ઉપદિષ્ટ ધર્મસ્વાધ્યાય, ચારિત્ર, તપશ્ચર્યા અને સામાયિક આદિ લક્ષણોવાળો છે, સમ્યકદર્શન તેમાં પ્રવેશવા માટેનું દ્વાર છે સમસ્ત મૂળગુણ, ઉત્તરગુણ અને પાંચ મહાવ્રત તેના સાધન છે, આચારાંગથી લઈને દષ્ટિવાદ પર્યન્ત બાર અંગમાં તેને ઉપદેશ આપવામાં આવ્યું છે, તે ચરણ-કરણ લક્ષણવાળે છે, સમિતિ તથા ગુપ્તિના પરિપાલનથી વિશુદ્ધ સ્વરૂપ- અવરથાનવાળો છે. નરક આદિ ચાર ગતિ રૂપ સંસારથી તારનાર છે અને મેક્ષને લાભ કરાવનાર છે. આ રીતે ધર્મદેશકાર્હત્વનું ચિન્તન કરવાથી ચરણું–કરણ ધર્મનું અનુષ્ઠાન થાય છે, સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્યારિત્ર અને સમ્યક્ તપ રૂ૫ રન ચતુષ્ટયથી, જે મોક્ષના માર્ગ છે, તેનાથી ચ્યવન થતું નથી. આ ધર્મદેશકાર્ડવાનુપ્રેક્ષા છે.
સૂત્રકૃતાંગસૂત્રમાં દ્વિતીયકૃતરકંધના પ્રથમ અધ્યયનના ૧૩ માં સત્રમાં કહ્યું છે–જ્ઞાતિ સંબંધી સંગ ભિન્ન છે અને હું ભિન્ન છું. સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનની પ્રથમ ગાથામાં કહ્યું છે--બધિદુર્લભાનપ્રેક્ષા સમજે-બૂઝે, અરે, કેમ સમજતા નથી ? પરભવમાં બેધિ દુર્લભ છે. વીતી ગયેલે સમય કયારે પણ પાછો આવતું નથી અને ફરીવાર મનુષ્ય દેહ મળ સહેલે નથી આથી સમજો–બેધ કરે. દા
પરિષહજય કા નિરૂપણ
“સંવરમાળવાળા હું ઇત્યાદિ
સૂવાથ–સંવરના માર્ગથી મૃત ન લેવા માટે તથા નિજને માટે પરિષહેને સહન કરવા જોઈએ. છા
તત્વાર્થદીપિકા–પહેલા કહેવામાં આવ્યું કે સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનપેક્ષા, પરીષહુજય અને ચારિત્ર-આ આસવનિરોધ લક્ષણવાળા સંવરના કારણ છે. આમાંથી સમિતિ, ગુપ્તિ, ધર્મ અને અનુપ્રેક્ષાનું સ્વરૂપ ભેદ અને લક્ષણ અનુક્રમથી કહેવામાં આવ્યા છે હવે ક્રમ પ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણ કરીએ છીએ–
સંવર-માર્ગથી ચુત ન થવાય તે માટે અને નિર્જરા માટે હવે પછી કહેવામાં આવનારા સુધા-પિપાસા આદિ બાવીશ પરીષહ સહન કરવા જોઈએ. ક્ષધા આદિની વેદના થવા પર પૂર્વોપાર્જિત કર્મોની નિર્જરા કરવા માટે પરિત અર્થાત બધી રીતે જેને સહન કરી શકાય, તે ક્ષુધા પિપાસા આદિને પરીષહ કહે છે.
તાત્પર્ય એ છે કે કર્મોના આસવના નિરોધ રૂ૫ સંવરના જિનેપદિષ્ટ માર્ગથી–અર્થાત સમ્યફદર્શનાદિ મોક્ષ માર્ગથી ચુત ન થવા માટે અથવા તેમાં નિશ્ચલતા ઉત્પન્ન કરવા માટે તથા કરેલાં કર્મોની નિર્જરા માટે અર્થાત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨