________________
બે પરોક્ષ, જ્યારે અતિમ ત્રણ પ્રત્યક્ષ છે, એવું પ્રતિપાદન કરવાના આશયથી પહેલા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહીએ છીએ
પૂર્વોક્ત પાંચ જ્ઞાનોમાંથી પ્રારંભના બે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે જે જ્ઞાન ઈન્દ્રિય અથવા મન રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય તે પરોક્ષ કહેવાય છે. મતિજ્ઞાન ઈન્દ્રિયાની તથા મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે આથી તે પક્ષ છે. એવી જ રીતે પ્રકાશ તેમજ પરોપદેશ આદિ બાહા કારણેથી ઉત્પન થવાના કારણે પણ આ બંને જ્ઞાન પરોક્ષ કહેવાય છે જરા
તત્વાર્થનિર્યુક્તિ-પહેલા મેક્ષના સાધન સમ્યગૂજ્ઞાનના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આમાંથી પ્રારંભના બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરેલ છે અને છેલ્લા ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે આ ભેદનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ મતિ શ્રુતજ્ઞાનને પરોક્ષ બતાવીએ છીએ
મતિ શ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનમાંથી પહેલા બે અર્થાત મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પક્ષ કહેવાય છે. જે જ્ઞાન આત્માથી ભિન્ન કઈ બીજા નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયોથી અને મનથી ઉત્પન્ન થાય છે આથી તે પરોક્ષ છે એવી જ રીતે શ્રતજ્ઞાન પણ મને જન્ય હોવાથી પક્ષ છે. હકીકતમાં ઈન્દ્રિ અને મન આત્માથી પર ભિન્ન છે અને આ બંને જ્ઞાન આ પરનિમિત્તથી તથા પ્રકાશ અને પરેપદેશ આદિ બાહ્ય નિમિત્તોથી ઉત્પન્ન થાય છે એ કારણ પરોક્ષ છે. પરોક્ષ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે પર અર્થાત્ ઈન્દ્રિય આદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય અથવા અક્ષ અર્થાત્ આત્માથી પર ઈન્દ્રિયાદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. જીવ અપગલિક હોવાથી અરૂપી છે અને દ્રવ્યેન્દ્રિયે તથા દ્રવ્યમન પૌગલિક હોવાથી રૂપી છે. ભાવેદ્રિય અને ભાવમન પણ કરણ હોવાના કારણે કર્તા આત્માથી ભિન્ન છે અર્થાત પર છે. આ પરનિમિત્તોથી અક્ષ (આત્મા) ને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પરોક્ષ સમજવા જોઈએ પરોક્ષ જ્ઞાન બે છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન
સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે. “જ્ઞાન બે પ્રકારના કહ્યા છે પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ જ્ઞાન પણ બે પ્રકારના છે આભિનિ બોધિકજ્ઞાન અને શ્રતજ્ઞાન ” મારા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨ ૭૮