________________
થાય છે તે શ્રતજ્ઞાન કહેવાય છે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે કાન વડે શબ્દને સાંભળો અથવા નેત્રો દ્વારા લિપિ અક્ષરોને જોવા મતિજ્ઞાન છે. આના અનન્તર તે શબ્દના અર્થને વાચ્ય-વાચક સંબંધના આધારે જે બોધ થાય છે. તે શ્રતજ્ઞાન છે.
અવધિ શબ્દમાં “અવ' ભાગ છે તે અધઃ અર્થાત નીચેને વાચક છે. અવધિજ્ઞાન નીચી દશામાં અધિક વિસ્તૃત હોય છે. અનુત્તરવિમાનવાસી દેવ અવધિજ્ઞાન વડે સાતમી નરક સુધી જોઈ શકે છે અથવા અવધિને અર્થ મર્યાદા છે. જે જ્ઞાન મર્યાદાયુંકત છે તે અવધિજ્ઞાન અવધિજ્ઞાનની મર્યાદા એ છે કે આ જ્ઞાન અમૂર્ત પદાર્થોને બાદ કરતા માત્ર મૂત્ત દ્રવ્યોને જ જાણે છે. આથી તે મર્યાદિત સીમિત અથવા અવધિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન ચારે ગતિએના જીવોને થઈ શકે છે. એમાં ઇન્દ્રિય અને મનની પ્રહાયતાની અપેક્ષા રહેતી નથી સીધું આત્માથી જ ઉત્પન્ન થાય છે અવધિજ્ઞાનાવરણ કમના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે અને રૂપી દ્રવ્યને જ જાણે છે. દેવ અને નારકીના જીવને ભવપ્રત્યય અવધિજ્ઞાન થાય છે તથા મનુષ્ય અને તિર્યંચોને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન થાય છે. કઈ પણ દેવ અને નારક અવધિજ્ઞાનથી રહિ હોતા નથી જ્યારે મનુષ્ય અને તિય એમાં કઈ કેઈ ને જ હોય છે. અવધિ બે પ્રકારના હોય છે (સીધું અને ઉંધું) સીધા અવધિને અવધિજ્ઞાન કહે છે જ્યારે ઉંધા અવધિને વિર્ભાગજ્ઞાન કહે છે, સમદષ્ટિજીવ ને અવધિજ્ઞાન થાય છે અને મિથ્યાદષ્ટિને વિર્ભાગજ્ઞાન થાય છે.
મન બે પ્રકારના છે દ્રવ્યમાન અને ભાવમન દ્રવ્યમન મને વર્ગના પદુગથી નિર્મિત થાય છે. અને આત્માની મનન કરવાની શક્તિ ભાવમન કહેવાય છે. અત્રે દ્રવ્યમન અભિપ્રેત છે. દ્રવ્યમનના પર્યાનું જે જ્ઞાન થાય છે તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે. સારાંશ આ છે–જેમ કેઈ પુરૂષનાં અન્તઃ કરણમાં પ્રેમ, કરૂણા, ક્રોધ આદિ કઈ ભાવનો ઉદય થવાથી તેના ચહેરાની આકૃતિ તદનુસાર બદલાતી રહે છે અને તેના ચહેરા (મુખમુદ્રા) ને જોઈને તે તે ભાવેને સમજી શકાય છે, એવી જ રીતે જ્યારે કોઇ સંજ્ઞી જીવ કે વસ્તુનું ચિંતન કરે છે ત્યારે તે વસ્તુને અનુરૂપ દ્રવ્યમનની આકૃતિએ અવસ્થાઓ પણ બદલાતી રહે છે. તે આકૃતિએ અગર અવસ્થાએ અથવા પર્યાને મન:પર્યયજ્ઞાની તે જ રીતે પ્રત્યક્ષ જુવે છે જેમ આપણે કેઈને ચહેરાને પ્રત્યક્ષ જોઈએ છીએ મનના તે પર્યાને જોવા જાણવા એજ મન:પર્યવજ્ઞાન છે. મન દ્વારા જે પદાર્થોનું ચિન્તન કરવામાં આવે છે તે પદાર્થોને મન:પર્યવજ્ઞાન જાણતું નથી. તે પદાર્થ મનના પર્યાના આધાર પર કરાનાર અનુમાન દ્વારા જ જાણી શકાય છે. જેમકે-આ પુરૂષે ઘડાનું ચિન્તન કર્યું છે, જે એમ ન કર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૭૬