________________
શકાય છે આજ દ્રષ્ટિકોણને સનમુખ રાખીને અહીં વ્યાખ્યા કરવામાં આવે છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ
કાયક્લેશ તપ અનેક પ્રકારના છે જેવાકે-- (૧) સ્થાન સ્થિતિક (૨) ઉસ્કુટુંકાસનિક (૩) પ્રતિમારથાયી (૪) વીરાસનિક (૫) નૈવિક (૬) દડાયતિક (૭) લકુશાયી (૮) આતાપક (૯) અપ્રાકૃતક (૧૦) અકયક (૧૧) અનિછઠીવક (૧૨) સર્વગાત્રપરિકર્મવિભૂષાવિ પ્રમુક્ત (૧) કાગ કરીને સ્થિત રહેવું સ્થાન સ્થિતિક તપ છે. (૨) ભૂમિ ઉપર પૂંઠ ટેકવ્યા સિવાય, હાથ જોડી ને અને બંને પગ જમીન ઉપર ટેકવીને બેસવું ઉકુટુકાસનિક તપ કહેવાય છે. (૩) માસિકી આદિ બાર પ્રકારની પડિમાઓ (નિયમ વિશે) નું વહન કરવું પ્રતિમાસ્થાયી તપ કહેવાય છે. (૪) બંને પગ જમીન પર ટેકવીને સિંહાસન ઉપર બેસેલા પુરૂષની નીચેથી જે સિંહાસન ખસેડી લેવામાં આવે તે વખતે તેનું જે આસન હોય છે તે વીરાસન કહેવાય છે. વીરાસનથી સ્થિત થવું વીરાસનિક તપ કહેવાય છે. (૫) પળાંઠી જમાવીને ભૂમિ પર બેસવું નૈષધિક તપ કહેવાય છે (૬) દડાયતિક દર્ડની માફક લાંબા થઈ સુઈ રહેવું (૭) જેમ વાંકા લાકડાના બંને છેડા જમીનને સ્પર્શ કરે છે અને મધ્યને ભાગ અદધર રહે છે તેવી જ રીતે બંને પગ અને મસ્તક ધરતી પર ટેકવીને બાકીના શરીરને ઉંચું રાખવું લકુશાયી તપ કહેવાય છે (૮) સૂર્ય ને તાપ અથવા શિયાળાની ઠંડીને વિશેષ રૂપથી સહન કરવા આતાપના કહેવાય છે. આતાપના દ્વારા શરીરને કષ્ટ આપવું આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળામાં દેરા સહિતની મુખવસ્ત્રિકા તથા પહેરવાના વસ્ત્ર સિવાય બાકીના સઘળા વસ્ત્રોને ત્યાગ કરીને અપાવરણ સ્થિતિમાં રહેવું અપ્રાવૃતક તપ કહેવાય છે (૧૦) ખજવાળ આવવા છતાં પણ શરીરને ખજવાળવું નહીં તે અકÇયક તપ છે (૧૧) ઘૂંકવાને ત્યાગ કરી દે અનિષ્ઠીવક તપ છે (૧૨) આખા શરીરને ધેવા લુછવા તથા સજાવટને ત્યાગ કરી દે સર્વગાત્ર પરિકર્મવિભૂષા વિપમુક્ત તપ છે. આવી રીતે કાયકલેશ તપ અનેક પ્રકારના છે. પપાતિક સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન-કાયકલેશ તપ કેટલા પ્રકારના છે ?
ઉત્તર-કાયકલેશના અનેક ભેદ છે જેવાકે-(૧) સ્થાન સ્થિતિક (૨) ઉત્કટ કાસનિક (૩) પ્રતિમા સ્થાયી (૪) વીરાસનિક (૬) નૈષધિક (૭) અ યક (૮) આતાપક (૯) અપ્રાવૃતક (૧૦) અકડ઼યક (૧૧) અનિષ્ઠીવક અને (૧૨) સર્વગાત્રપરિકર્મવિભૂષાવિપ્રમુક્ત આ સઘળા કાયકલેશ તપ છે ! ૧૭ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૩૬