________________
ધ્યાન કા ચતુર્વિધ ભેદ કા નિરૂપણ
R = રવિહું' ઇત્યાદિ સત્રાર્થ–દયાન ચાર પ્રકારનું છે-આત્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ. ૬૮
તત્વાર્થદીપિકા-પૂર્વસૂવમાં મોક્ષના સમ્યકૃત આદિ સાધનામાં, વખ્ય હોવાના કારણે, ધ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે દયાનના ચાર ભેદની પ્રરૂપણ કરીએ છીએ
- જેનું સ્વરૂપ પહેલા કહેવામાં આવ્યું તે ધ્યાન ચાર પ્રકારનું છે-(૧). આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન જત અથવા અર્તિથી અર્થાત્ દુઃખના કારણે જે ધ્યાન થાય છે તે આર્તધ્યાન કહેવાય છે. રૂઢ અર્થાત કરનું જે કર્મ છે તે રૌદ્રધ્યાન કહેવાય છે પૂર્વોક્ત ધર્મથી જે યુક્ત હોય તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાન પરંપરાથી મોક્ષનું કારણ હોય છે અર્થાત્ મોક્ષનું ગૌણ કારણ છે. શુકલધ્યાન તે જ ભવમાં મોક્ષનું સાક્ષાત્ કારણ છે. ઉપશમ શ્રેણીની અપેક્ષાથી શુકલધ્યાન ત્રીજા ભવમાં મોક્ષદાયક હોય છે. શુકલધ્યાન શુચિગુણના રોગથી શુકલ કહેવાય છે. ૬૮
તત્કાથનિયુક્તિ-આની અગાઉ ઇઠા આભ્યન્તર તપ ધ્યાનના વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે ધ્યાનના ભેદનું નિરૂપણ કરીએ છીએ–ધ્યાનના ચાર ભેદ છે-(૧) આત્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન આમાંથી જે ધ્યાન દુઃખના કારણે ઉત્પન્ન થાય છે અને ખાનગી હોય છે તે અત્તધ્યાન કહેવાય છે. જે બીજાને સતાવે તે દુઃખનું કારણ રૂદ્ર કહેવામાં આવે છે, તેનાથી ઉત્પન્ન અથવા તેનું જે કમ હોય તે રૌદ્ર કહેવાય છે અથવા હિંસારૂપ પરિણત આત્મા રૂદ્ર અને તેનું ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી જે યુક્ત હોય તે ધર્મ, આવું ધર્મયુક્ત ધ્યાન એ ધર્મધ્યાન શુકલ અર્થાત નિર્મળ, સકળ કર્મોના ક્ષયનું કારણ હેવાથી-શુચિ- વિશુદ્ધ અથવા અષ્ટવિધ કર્મરૂપ દુઃખ શુચિ કહેવાય છે તેને જે નાશ કરી નાખે છે તે શુકલ આવું ધ્યાન શુકલધ્યાન છે.
ભગવતીસૂત્રના પચ્ચીસમાં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે– ધ્યાન ચાર કહેવામાં આવ્યા છે–આર્ના ધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન અને શુકલધ્યાન. ૬૮
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૮૫