________________
સ્વાધ્યાય કે ભેદકા નિરૂપણ
સન્ના પંવવિ ઈત્યાદિ
સૂત્રાર્થ–સ્વાધ્યાય તપ પાંચ પ્રકારનું છે- (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તન (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. દા
તવાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારના આભ્યન્તર તપમાંથી ત્રીજા વિયાવૃત્યતપના દશ ભેદ-આચાર્યવૈયાવૃત્ય, ઉપાધ્યાયવૈયાવૃત્ય આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે કમાગત ચેથા સ્વાધ્યાય ત૫ના વાચના, પૃચ્છના આદિ પાંચ ભેદનું પ્રરૂપણ કરીએ છીએ
મર્યાદાપૂર્વક અર્થાત્ અસરજાયને ટાળીને, પારસી વગેરેને ખ્યાલ રાખતા થકા અધ્યાય-અધ્યયન કરવું અર્થાત્ મૂળપાઠ ભણવે, સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય પાંચ પ્રકારના છે–વાચના, પૂછના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમનું સ્વરૂપ આ પ્રકારે છે-(૧) નિર્દોષસૂત્ર, અર્થ અને સત્રાર્થ બંનેનું આદાન-પ્રદાન કરવું વાચના છે. (૨) સદેહનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે શાસ્ત્રના અર્થને જાણતા હોવા છતાં પણ ગુરૂ સમક્ષ પ્રશન કરે પૃચ્છના છે. (૩) ભણી ગયેલા સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, તેને ફરી ફરીવાર જોઈ જવું પરિવર્તન છે. (૪) જેનો અર્થ જાણી લીધો હોય તે સૂત્રનું મનથી ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે. (૫) અહિંસા આદિ ધર્માની પ્રરૂપણ કરવી ધર્મકથા છે. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય જાણવા જેઈએ. ૬ દો
તત્ત્વાર્થનિર્યુકિત-છ પ્રકારના આભ્યન્તર તપમાંથી પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવૃત્યનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ચેથા આભ્યન્તર તપ સ્વાધ્યાયના વાચના આદિ પાંચ ભેદોની પ્રરૂપણ કરીએ છીએ
મર્યાદાપૂર્વક અર્થાત્ અસરઝાયકાળ વગેરેને ટાળી દઈને અથવા પિરસી આદિનું ધ્યાન રાખીને મૂળસૂત્રનું પઠન સ્વાધ્યાય કહેવાય છે તેના પાંચ ભેદ છે-(૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તનો (૪) અનુપ્રેક્ષા (૨) ધર્મકથા શિષ્યોને આગમને અર્થ ભણાવ વાચના છે અથવા કાલિક અને ઉલ્કાલિકના આલાપનું પ્રદાન કરવું વાચના સ્વાધ્યાય કહેવાય છે. સંશયનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે સૂત્ર અથવા અર્થના વિષયમાં આચાર્યને પ્રશન પૂછ પૃચ્છના છે. ભણી ગયેલા સૂત્ર અને અર્થ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૮૨