________________
સમજે છે. આ કારણે જે મૈથુનમાં દુઃખરૂ પતાની ભાવના કરે છે તે મૈથુનથી વિરત થઈ જાય છે.
એવી જ રીતે ધનાદિમાં મમત્વ રાખનાર પરિગ્રહી જન ધન વગેરેની અપ્રાપ્તિમાં તેની અભિલાષાનું દુઃખ અનુભવે છે, તેની પ્રાપ્તિ થવાથી તેના રક્ષણનું દુઃખ ભેગવે છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તેને વિનાશ થઈ જાય છે ત્યારે વિયેગજન્ય શોકને અનુભવ કરે છે. જ્યારે ધન આદિ પ્રાપ્ત થતા નથી અને તેમને મેળવવાની અભિલાષા થાય છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. જ્યારે તેમની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે રાજા, ચેર, અગ્નિ ઉંદર અને ભાગીદારો વગેરેથી તેનું રક્ષણ કરવામાં “ઉદ્વિગ્ન થઈ દુઃખ જ અનુભવ કરે અને જ્યારે તે ધન આદિ નષ્ટ થઈ જાય છે ત્યારે તેના વિયેગનો અસહ્ય શાકાગ્નિ તેને પ્રજવાળે છે આથી પરિગ્રહમાં દુઃખ જ છે. એવી ભાવના રાખનાર પુરૂષ પરિગ્રહથી મુક્ત થઈ જાય છે.
આવી રીતે પ્રાણાતિપાત, મૃષાભાષણ, સ્તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં, જે દુઃખની જ ભાવના કરે છે તે વતી પાંચે વ્રતમાં સ્થિર થાય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યું છે
સંવેદિની કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે. જેવી કે-(૧) દહકસંવેદિની (૨) પરકસંવેદિની (3) સ્વશરીરસંવેદિની અને (૪) પર શરીરસંદિની એવી જ રીતે નિર્વેદિની કથા પણ ચાર પ્રકારની કહેવામાં આવી છે જેવી કે- (૧) આ લેકમાં કરવામાં આવેલા ખોટા કર્મો આ જ લેકમાં દુઃખરૂપ ફળવિપાકને ઉત્પન કરે છે. (૨) આ લેકમાં કરેલા બેટાં કર્મો પરલેકમાં દુઃખ ઉત્પન્ન કરે છે. (૩) પરલેકમાં કરવામાં આવેલા
ટાં કર્મો આ લેકમાં દુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલોકમાં કરવામાં આવેલા ખોટા કર્મો પરલોકમાં દુઃખ ઉત્પન કરે છે અને (૧) આ લેકમાં કરેલા સુકૃત્ય આ લેકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લેકમાં કરેલા સુકૃત્યો પરલેકમાં સુખરૂપ વિપાક ઉત્પન્ન કરે છે. (૩) પરકમાં કરવામાં આવેલા સુકૃત્ય આ લોકમાં સુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલેકમાં કરવામાં આવેલા સુકૃત્યે પરલેકમાં સુખ ઉત્પન્ન કરે છે.
જે કથા અર્થાત્ ધર્મદેશના સંસારની અસારતા પ્રદર્શિત કરીને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તે સંવેદિની કથા કહેવાય છે. એ રીતે જે કથા સંસારની અસારતા પ્રદર્શિત કરીને ભવ્યજીવોમાં મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તેને સંવેદિની કથા સમજવી જોઈ એ જેવી રીતે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫ ૬