________________
રીતે ભય અથવા કાયરતાનું પ્રત્યાખ્યાન કરે છે તે કદી પણ અસત્ય બોલતે નથી. જે ડરપોક હોય છે તે મિથ્યાભાષણ પણ કરતો હોય છે જેમ કે આજે રાતે મને ચેર અથવા પિશાચ દેખાયા હતા. વગેરે આથી દરેકે પોતાની જાતને નિર્ભય બનાવવી જોઈએ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન તથા લક્ષણવાળું હાસ્ય જે કરે છે તે પિતાની મશ્કરી કરતે થકો બીજાની પ્રતિમિથ્યાભાષણ પણ કરે છે. આથી હાસ્યને પ્રત્યાખ્યાનથી આત્માને પ્રભાવિત કરનાર સત્યવ્રતનું પાલન કરવા સમર્થ બને છે.
અસ્તેયવ્રતની પાંચ ભાવનાઓ-સમજી વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ અવગ્રહ પાંચ પ્રકારના છે-(૧) ઈદ્ર (૨) રાજા (૩) ગૃહપતિ (૪) શય્યાતર અને (૫) સાધમિકને અવગ્રહ જ્યાં જે માલિક હોય ત્યાં તેની પાસે જ યાચના કરવી જોઈએ. જે માલિક નથી તેની પાસે યાચના કરવાથી દેષોની અધિકતા થાય છે. આથી સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ એવી ભાવના ભાવે જે આ જાતની ભાવના સેવે છે તે અદત્તાદાનમાં પ્રવૃત્ત થતા નથી એકવાર માલિક દ્વારા પરિગ્રહનું પ્રદાન થવા છતાં વારંવાર અવગ્રહની યાચના કરવી “અભીક્ષણ-અવગ્રહ યાચના કહેવાય છે. રોગી વગેરે અવસ્થામાં મળ-મૂત્રના ત્યાગ કરવાના પાત્ર તથા હાથ–પગ ધોવાના સ્થાનની યાચના ફરીવાર એ માટે કરવી જરૂરી છે કે જેથી માલિકના મનને વ્યથા ન પહેચે એવી જ રીતે આટલું જ ક્ષેત્ર મારે ગ્રહણ કરવું છે એ અભિગ્રહ ધારણ કરી લેવું જોઈએ તેમજ પીઠ પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન કરવું ન જોઈએ પરંતુ ગુરૂએ જેટલા આહારપાણીની અનુમતિ આપી હોય તેટલું ભેજનપાછું જ ગ્રહણ કરવું જોઈએ ગુરૂજીની આજ્ઞાથી સ્વીકારેલા ભેજન પાણી પણ સૂત્રોક્ત વિધિ મુજબ જ ખાવા જોઈએ એવી જ રીતે ઔધિક તેમજ ઔપગ્રાહિક ઉપાધિ વસ્ત્ર વગેરે પણ ગુરૂની આજ્ઞ પૂર્વક વંદનપૂર્વક ગુરુના વચનોની વિધિ અનુસાર જ કામમાં લેવા જોઈએ જે આ જાતની ભાવના ભાવે છે તે અસ્તેયવ્રતનું ઉલંઘન કદી પણ કરતા નથી આવી જ રીતે સાધુની શુશ્રષા માટે પણ સમજી લેવું આ પાંચ અદત્ત દાન વતની ભાવના છે.
બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ–બ્રહ્મચર્યવ્રતની પૂક્ત ભાવનાઓમાંથી સ્ત્રીપશુનપુંસકસંસકત શયનાસનવનને અર્થ છે–દેવાંગના માનવસ્ત્રી જેવા કે ઘડી, ગાય, ભેંસ, બકરી ધંટી વગેરેના સંસર્ગવાળી પથારી તથા આસનનો ત્યાગ કરવો જોઈએ કારણકે તેનાથી અનેક પ્રકારની નુકશાની થાય છે, સ્ત્રી, પશુ, તથા નપુંસકનો સંસર્ગ ન હોવા છતાં પણ રાગ યુકત સ્ત્રીકથાથી બચવું જોઈએ. સ્ત્રીકથા મે જનિત કષાય રૂપ પરિણતિથી યુકત હોય છે તથા તે રાગભાવને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૦