________________
અક્રિયાવાદિએના ભેદ આ રીતે થાય છે-જીવ નથી સ્વતઃ કાળથી ' અને જીવ નથી પરંતઃ કાળથી' આ રીતે જીવને લઈને ખારભેદ થાય છે. આ રીતે અજીવ આદિ છ પદાર્થોના પશુ બાર-બાર ભેદ સમજી લેવા જોઈએ. તેમના મતે પુણ્ય અને પાપને સદૂભાવ નથી; આથી સાત પદાર્થોના જ ખાર-ખાર ભેદ હાવાથી ચાŠસી (૮૪) ભેદ થઈ જાય છે. પરન્તુ જેએ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. તેમના મતે પુણ્ય અને પાપની પણુ સત્તા હાવાથી નવ પદાથ છે અને પ્રત્યેકને લઇને વીસ-વીસ ભેદ થાય છે આથી, તેમના એકસે એંશી ભેદ છે જેમ કે-‘જીન્ન સ્વતઃ નિત્યકાળથી' કાલવાદિઓનુ કહેવુ' છે કે આત્મા સ્વરૂપથી નિત્ય છે કાળથી નહી. એવી જ રીતે ઇશ્વરવાદિઓના બીજો વિકલ્પ સમજી લેવા જોઇએ. ત્રીજે વિકલ્પ આત્મવાદિઓને છે. તેમનુ' કથન છે કે આ બધું, જે જગતમાં દૃષ્ટિગોચર થાય છે, પુરૂષ - સ્વરૂપ જ છે. નિયતિને માનનારાઓના ચેાથા વિકલ્પ છે. પાંચમા સ્વભાવવાદિ છે. આ રીતે સ્વતઃ' શબ્દથી પાંચ વિકલ્પ થાય છે. ‘પરત:' શબ્દથી પણ આ જ પાંચ ભેદ થાય છે. આ દશેની ‘નિત્ય' અને અનિત્ય'ની સાથે ચેાજના કરવાથી જીવ તત્ત્વને લઈને વીસ ભેદુ નિષ્પન્ન થાય છે. એવી જ રીતે શેષ અજીવ આદિ આઠ પદાર્થને લઈને વીસ-વીસ ભેદ હાવાથી બધાં મળીને એકસો એશી ભેદ થઈ જાય છે.
વગર વિચા૨ે અને સમજીને કરેલા કર્મબન્ધને નિષ્ફળ માનનારા અજ્ઞાનવાદિઓના મતે, જીવ આદિ નવ તત્ત્વાને અનુક્રમથી સ્થાપિત કરવામાં આવે છે અને પ્રત્યેકની નીચે (૧) સત્ત્વ) (૨) અસ (૩) સત્તસત્ત્વ (૪) અવાચ્યત્વ (૫) સાન્ધ્યત્વ (૬) અસદવાથ્યત્વ (૭) સદસદવાન્ધ્યત્વ એ સાત ભંગ સ્થાપિત કરવામાં આવે છે આ રીતે એક-એક તત્ત્વને લઇને સાતસાત વિકલ્પ હાવાથી ૯×૭=૬૩ વિકલ્પ સિંદ્ધ થાય છે. આ ત્રેસઠ વિકલ્પામાં ઉત્પત્તિના ચાર વિકલ્પ સત્ત્વ, અસત્ત્વ, સદસત્વ અને અવાચ્યત્વને ઉમેરી દેવાથી સડસઠ ભેદ થઈ જાય છે જેમ કે-જીવ સત્ છે એ કાણુ જાણે છે, જીવ અસત્ છે કેણુ જાણે છે ! વગેરે એવી જ રીતે કાણુ જાણે છે કે સત્ની ઉત્પત્તિ થાય છે, અસત્ની ઉત્પત્તિ થાય છે, સત્તસત્ની ઉત્પત્તિ થાય છે અથવા અવાચ્યની ઉત્પત્તિ થાય છે?
વૈયિકાના ખત્રીસ ભેદ છે. તેમની માન્યતા એવી છે કે કાયાથી, વચનથી, મનથી અને દાનથી એ રીતે ચાર પ્રકારથી (૧) સુર (૨) નૃપતિ (૩) મુનિ (૪) જ્ઞાનિ (પ) સ્થવિર-વૃદ્ધ (૬) અધમ (૭) માતા અને (૮) પિતા આ આઠેની વિનયવૈયાનૃત્ય કરવા જોઈ એ. તે લેાકેા એમની પૂજા કરે છે. આ રીતે આઠના ચાર સાથે ગુણાકાર કરવાથી (૩૨) ખત્રીસ ભેદ થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૪