________________
હિંસા બે પ્રકારની છે-દ્રવ્યહિંસા અને ભાવહિંસા પ્રાણિના પ્રણેને વિગ કરે દ્રવ્યહિંસા છે અને આત્માનું મલીન પરિણામ લેવું ભાવહિંસા છે. જે મુનિ પ્રાણાતિપાતથી નિવૃત્ત થઈ ગયા છે, યતનાપૂર્વક વિચરણ કરી રહ્યા હોય અને જેની રક્ષામાં સાવધાનીવાળા રહે છે, તેમના પગ મકવાથી જે કઈ જીવને ઘાત થઈ જાય તે તે કેવળ દ્રવ્યહિંસા છે, ભાવહિંસા નહી. અધ્યવસાયપૂર્વક જે પ્રાણાતિપાત કરવામાં આવે છે તે ભાવહિંસા છે. કેઈ શિકારી ક્રોધ આદિ કષાયને તાબે થઈ રહ્યો હોય, તેણે હરણને મારવા માટે શરસંધાન કર્યું હોય અને બાણ છોડયું હોય પરંતુ આ દરમ્યાન હરણ એક જગાએથી અન્ય સ્થળે દોડી ગયું અને પેલું બાણ તેને વાગ્યું ન હોય તે પણ આ રીતે પ્રાણાતિપાત ન થ દ્રવ્યપ્રાણનું વ્યપરોપણ થયું નહીં અને આથી દ્રવ્યહિંસા થઈ નહી તેમ છતાં શિકારીનું ચિત્ત અશુદ્ધ અર્થાત્ હિંસામય હોવાથી તેને હિંસાનું પાપ તે લાગે જ છે. શિકારીના આત્માની પરિણતિ હિંસ રૂ૫ છે, આથી આયુષ્યનું પ્રગાઢ બન્શન હેવાથી હરણ તે સ્થળેથી નાસી ગયું અને શિકારીનો પ્રયત્ન સફળ થયે નહીં તે પશું તેનું ચિત્ત તે હિંસક જ છે. કદાચિત શિકારી દ્વારા છોડાયેલું તીર લક્ષ્ય પર વાગી જાય અને હરણનો વધ થઈ જાય-આવી પરિસ્થિતિમાં દ્રવ્ય અને ભાવ-બંને પ્રકારની હિંસા થાય છે. આ રીતે પ્રમત્ત એગથી તે શિકારીની પ્રાણાતિપાત રૂપ હિંસ હેય છે. ૨૫
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨