________________
હિંસાકે સ્વરૂપ નિરૂપણ
સૂત્રાર્થ-શિક્ષાવ્રત ચાર છે-સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ. ૨૪
मूलम्-पमत्तजोगा पाणाइवाया हिंसा ॥२५॥ સૂત્રાર્થ–પ્રમાદયુકત યેગથી પ્રાણોને અતિપાત કર હિંસા છે. સારા
તત્ત્વાર્થદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે મહારંભ અને મહાપરિગ્રહ આદિ નરકાયુ તિર્યંચાયું અને મનુષ્યાયુના આસ્રવ છે. મહારંભ અને મહાપરિગ્રહ આદિમાં હિંસા અવશ્ય હોય છે આથી અમે હિંસાનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમત્ત યેગથી પ્રાણને અતિપાત કર હિંસા છે. પ્રમાદથી યુક્ત આત્મા પ્રમત્ત કહેવાય છે. કવાયના નિમિત્તથી થનારા આત્માના પરિણામ વિશેષને પ્રમાદ કહેવામાં આવે છે, અથવા કષાય જ પ્રમાદ છે કારણ કે તે પ્રમાદનું કારણ છે. જે પ્રમાદી હોય છે અથવા વિવેક વગર, વગર સમયે વગર વિચાર્યું પ્રવૃત્તિ કરનાર આમા પ્રમત્ત છે અથવા જેને તીવ્ર કષાયને ઉદય થાય તેમજ જે હિંસાના કારણેમાં સ્થિત થઇને પણ ધૂર્તતા કપટ અથવા દંભથી યતના કરતે હોય, પારમાર્થિક રૂપથી નહીં તેને પ્રમત્ત કહે છે અથવા જે પાંચ પ્રકારનું પ્રમાદેથી યુક્ત હોય તે પ્રમત્ત કહેવાય છે. પાંચ પ્રમાદ આ પ્રમાણે છે
દારૂ ઈન્દ્રિયના વિષય, ક્રોધાદિ કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં અર્થાત્ જન્મ-મરણના ચક્રાવામાં પાડનાર કહ્યાં છે.
પ્રમત્ત આત્માને વેગ અર્થાત્ મન વચન કાયાને થાપાર પ્રમત્તગ કહેવાય છે. પ્રમત્તયેગથી ઈન્દ્રિય આદિ દશ પ્રાણેને યથાસંભવ વિયોગ કરવા હિંસા છે. પરંપરા
તવાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં બતાવવામાં આવ્યું હતું કે મહારંભ, મહાપરિગ્રહ આદિ શબ્દથી પંચેન્દ્રિયવધ, દારૂ માંસનું સેવન કરવું–નારક, તિયચ અને મનુષ્યગતિ આદિનાં કારણ છે. મહાભ અને મહાપરિગ્રહ આદિમાં હિંસાનું દેવું અનિવાર્ય છે, આથી અહીં હિંસાનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમત્ત વેગથી પ્રણને વિયેગ કર હિંસા છે. પ્રમોગ અર્થાત દારૂ વિષય આદિ પાંચ પ્રમાદોથી યુક્ત આત્માના વ્યાપારથી પ્રાણેને જે વિગ થાય છે તેને હિંસા કહે છે. પ્રમાદ પાંચ છે જેવા કે
“મદ્ય વિષય, કષાય, નિદ્રા અને વિકથા, આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. ના
સીધુ આદિ દારૂને મઘ કહે છે જે લેકમાં પ્રસિદ્ધ કહેલ છે. સ્પર્શન,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨