________________
દર્શન મોહનીય અન્તરાય કર્મ કે ઉદય સે શ્રમણ મેં દર્શન ઔર
અલાભ પરીષહ કી ઉત્પત્તિ કા નિરૂપણ
સિંઘ મોળા ' ઈત્યાદિ
સૂત્રાર્થ—દર્શનમોહનીય અને લાભાન્તરાય કર્મના નિમિત્તથી દર્શન પરીષહ અને અલાભપરીષહ ઉત્પન્ન થાય છે. ૧૩
તવાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણના ઉદયથી સંયમી મુનિમાં પ્રજ્ઞા અને અજ્ઞાન નામના બે પરીક્ષાનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે દર્શનમોહ અને અન્તરાય કર્મના ઉદયથી શ્રમણમાં દર્શન તેમજ અલાભ પરીષ હોવાનું પ્રરૂપણ કરીએ છીએ
દર્શનમોહનીય અને લાભાન્તરીય કર્મના નિમિત્તથી દર્શન અને અલાભપરીષહ થાય છે અર્થાત દર્શનમોહનીય કર્મ અને અન્તરાય કર્મની હાજરી હોવાથી યથાક્રમ દર્શન અને અલાભ પરીષહ હેય છે તાત્પર્ય એ છે કે દર્શનમોહનીય કર્મવાળા સંયતને દર્શન પરીષહ અને લાભાન્તરાય કર્મવાળા શ્રમણને અલાભ પરીષડ હોય છે. આ રીતે દર્શનપરીષહ દર્શન મોહિનીયનું કાર્ય છે અને અલભપરીષહ લાભ ત્તરાયનું કાર્ય છે. સ રાંશ એ છે કે દર્શનમોહ કર્મથી દર્શનપરીષહ અને લાભ ખતરાય કર્મથી અલાભ પરીષહની ઉત્પત્તિ થાય છે. ૧૩
તત્ત્વાથનિયુક્તિ–અગાઉ પ્રતિપાદન કરવામાં આવ્યું કે જ્ઞાનાવરણ કર્મના નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞ નપરીષહેની ઉત્પત્તિ થાય છે, હવે દર્શન મેહનીય કર્મથી અને લાભ રીય કર્મથી ક્રમશઃ દર્શનપરષહ અને અલાભપરીષહ ઉત્પન્ન થાય છે–એ પ્રતિપાદન કરીએ છીએ
દર્શનમોહનીય કર્મ અને લાભાન્તરાય કર્મ હોય, ત્યારે અનુક્રમથી દર્શનપરીષહ અને અલાભ પરીષહ થાય છે, આવી રીતે દર્શન મેહનીય કર્મને ઉદય થવાથી અલાભપરીષહ થાય છે. શ્રી ભગવતીસૂત્રના આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં કહ્યું છે
પ્રશ્ન-દર્શનમેહનીય કમ હોવાથી, ભગવન્! કેટલા પરીષહ હોય છે? ઉત્તર-ગૌતમ ! એક દર્શનપરીષહ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન–ભગવન ! અન્તરાય કર્મ હોય ત્યારે કેટલા પરીષહ હોય છે? ઉત્તર–ગૌતમ ! એક અલાભપરીષહ ઉત્પન્ન થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
८४