________________
દ્વિતીય અધ્યાયને પ્રારંભ 'धम्माधम्मागासकालपोग्गला अजीवा' મૂળસૂવાથધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ અજીવ છે ૧ /
તત્વાર્થદીપિકા–પ્રથમ અધ્યાયમાં જીવ આદિ નવ તામાંથી જીવ તત્ત્વનું ૪૧ સૂત્રો દ્વારા સાંગોપાંગ વર્ણન કરવામાં આવ્યું. હવે ક્રમપ્રાપ્ત બીજા અજીવતત્ત્વનું આ અધ્યાયમાં નિરૂપણ કરવા અર્થે કહીએ છીએ--
ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અજીવ અર્થાત્ જીવથી અલગ તત્ત્વ છે. ૧ છે
તત્વાર્થનિર્યુકિત–પહેલા યથાયોગ્ય દ્રવ્ય અને ભાવપ્રાણોથી યુકત જીવના, તેના, દેવ, તિર્યંચ, મનુષ્ય અને નારકીના ભેદોનું, સાકાર અને અનાકાર ઉપયોગરૂપ ચૈતન્ય શકિતનું વિવરણ કરવામાં આવ્યું છે. હવે ધર્મ વગેરે પાંચ અજીના ભેદ અને લક્ષણ બતાવીને તેમનું પ્રતિપાદન કરીએ છીએ –
અજીવ અર્થાત્ જીવ દ્રવ્યથી વિપરીત, ધર્મ, અધર્મ આકાશ, કાળ અને પુગલ એ પાંચ અજીવ તત્વ છેઃ
જે જીવ નથી તે અજીવ, અહીં પથુદાસ નામને નબસમાસ છે આ સમાસથી અજીવ એકાન્ત નિષેધ રૂપ નહીં પરંતુ વિધિરૂપ જ તત્વ સાબીત થાય છે, કારણકે પર્યદાસમાં વિધિની પ્રધાનતા હોય છે. તાત્પર્ય એ છે કે ધર્મ વગેરે પાંચ તત્ત્વ અસ્તિત્વની દષ્ટિથી જીવની માફક જ છે પરંતુ તેમનામાં ચૈતન્યને સદ્ભાવ નથી આથી જ તેમને અજીવ કહ્યા છે. વળી કહ્યું પણ છે-જે નસમાસમાં વિધિની પ્રધાનતા તથા નિષેધની ગણતા હોય છે તે પદાસ નગસમાસ કહેવાય છે. એવી જ રીતે—જે ન સમયમાં વિધિ અપ્રધાન અને નિષેધ પ્રધાન હોય તે અસહ્ય (પ્રસય) નસમાસ કહેવાય છે-જેમાં કિયાની સાથે નસમાસ હોય છે.
આમાંથી જે છે અને પુદ્ગલેની ગતિના ઉપકાર કરવાના કાર્ય દ્વારા જાણી શકાય તે ધર્મદ્રવ્ય છે. છ અને પુગલની સ્થિતિમાં ઉપગ્રહ કરવાથી જેનું અનુમાન કરવામાં આવે છે તે અધર્મદ્રવ્ય છે. અહીં ધર્મ અને અધર્મ પદેથી શુભ ફળ આપનારા અને અશુભ ફળ આપનારા ધર્મ–અધર્મને સમજવા ન જોઈએ.
અહીં આ દ્રવ્યનું પ્રકરણ ચાલી રહ્યું છે આથી દ્રવ્યરૂપ ધર્મ અને અધર્મ જ અત્રે અભિપ્રેત છે. અદષ્ટ-પુણ્ય-પાપ-રૂપ ધર્મ અધર્મ અભિપ્રેત નથી કારણકે તે દ્રવ્ય નહીં પણ ગુણ છે.
અવગાહના રૂપ કાર્યથી જેનું અનુમાન કરવામાં આવે છે, તે આકાશ છે. અહીં પ્રશ્ન થઈ શકે કે અલકાકાશ અવગાહના રૂપ ઉપકાર કરતો નથી તે તેને આકાશ કેવી રીતે કહી શકાય ? આનો જવાબ એ છે કે અલકાકાશમાં છ તથા પુદ્ગલની સ્થિતિના નિમિત્તભૂત ધર્મ–અધર્મ દ્રવ્ય નથી, આથી અકાકાશમાં અવગાહના ગુણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રગટ
૧૧
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧