________________
ગુજરાતી અનુવાદ અ. ૫ ચુલહિમવક્તાદિવષધર પર્વતોનું નિરૂપણ સૂ૦ ૨૩ ૩૯
મહાહિમવાનું પર્વત ક્ષુદ્રહિમવાનથી બમણી ઉંચાઈ અને ઊંડાઈવાળે છે આ રીતે એની ઉંચાઈ બસો જનની અને ઉંડાઈ પચાસ એજનની છે.
નિષધપર્વત તેથી પણ બમણી ઊંડાઈ અને ઉંચાઈ ધરાવે છે આથી તેની ઉંચાઈ ચારસે ચોજનની અને ઉંડાઈ સે જનની છે.
નીલવાન પર્વત પણ ચારસો જન ઉંચે છે આથી તેની ઉંડાઈ સે જનની છે. રુકિમપર્વત બસો જન ઉંચે છે આથી તેની ઉંડાઈ પચાસ યોજનની છે. શિખર પર્વત એકસો જન ઉચે છે તેની ઉંડાઈ પચ્ચીસ જનની છે.
વૈતાદ્યપર્વત ભરતક્ષેત્રની મધ્યમાં સ્થિત છે એથી ભરતક્ષેત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. વૈતાઢયથી ઉત્તર તરફનો ભાગ ઉત્તર ભરત કહેવાય છે અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ભારત. વૈતાઢયપર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબે છે. બંને તરફથી તેને થોડે ભાગ લવણસમુદ્રને સ્પર્શ કરે છે તે પર્વત ઉપર વિદ્યાધર નિવાસ કરે છે. દક્ષિણમાં પચાસ અને ઉત્તરમાં સાઈઠ નગરવાળે, દક્ષિણશ્રેણિ અને ઉત્તરશ્રેણિ નામક બે શ્રેણિઓથી અલંકૃત છે. બે ગુફાઓથી સુશોભિત છે. છ જન અને એક ગાઉ સુધી પૃવિમાં તેની ઉંડાઈ છે. પચાસ એજનને વિસ્તાર છે અને પચ્ચીસ યોજનાની ઉંચાઈ છે. - વિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી દક્ષિણમાં અને નિષધ પર્વતથી ઉત્તરમાં દેવકુરુ નામનું ક્ષેત્ર છે તે એકસો કાંચન પર્વતોથી તથા ચિત્ર-વિચિત્ર કૂટોથી વિભૂષિત છે–આ રીતે પાંચ હદેના બંને છેડાના કાંઠે આવેલા દસ-દસ કાંચનપર્વતોથી શોભાયમાન છે. શીતદા નદીથી પૂર્વ અને પશ્ચિમમાં જનારા, નિષધપર્વતથી આઠસો ચોત્રીસ તથા ચારના સાતમા ભાગ ૮૩૪ષ્ફના અન્તરવાળા ચિત્ર-વિચિત્ર કૂટ છે જે એક હજાર એજત ઉંચા છે, નીચેની તરફ પ્રસરાયેલા છે જેને ઉપરનો ભાગ તેનાથી અર્ધા છે. દેવકુફ તેમનાથી સુશોભિત છે. તેને વિસ્તાર બે ભાગ અધિક અગીયાર હજાર આઠસો બેંતાળીસ એજનનો છે.
આવી જ રીતે મેરુપર્વતથી ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર છે તે પણ સો કાંચન પર્વતોથી શોભાયમાન છે પરંતુ તેમાં ચિત્ર-વિચિત્રકૂટ નથી તેની જગ્યાએ તેમના જ જેટલાં પ્રમાણવાળા કાંચનમય અને શીતા નદીના કાંઠા પર આવેલા બે યમક પર્વત છે.
મહાવિદેહક્ષેત્ર મેરુપર્વત અને દેવકુરુ તથા ઉત્તરકુરુથી વિભક્ત થઈ જવાના કારણે ચાર ભાગમાં વહેંચાઈ જવા પામેલ છે. મેરુપર્વતથી પૂર્વ દિશામાં સ્થિત વિદેહ નોભાગ પૂર્વવિદેહ કહેવાય છે. પશ્ચિમ દિશામાં સ્થિત ભાગ પશ્ચિમવિદેહ કહેવાય છે, દક્ષિણને એક ભાગ દેવકુરુ અને ઉત્તરનો ભાગ ઉત્તરકુરુના નામથી પ્રસિદ્ધ છે. આ બધાં જે કે એક જ મહાવિદેહ ક્ષેત્રની અન્તર્ગત છે તે પણ જુદા-જુદા ક્ષેત્ર જેવા છે. ત્યાં જે મનુષ્ય આદિ નિવાસ કરે છે, તેમનું એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આવાગમન થતું નથી.
મેરુ પર્વતથી પૂર્વમાં જે પૂર્વવિદેહ છે અને પશ્ચિમમાં જે પશ્ચિમવિદેહ છે તેમાં સોળ-સોળ ચક્રવર્તિવિજય છે. આ વિજય નદિઓ તથા પર્વતોથી વહેંચાયેલા છે. ત્યાંના નિવાસી એક વિજયમાંથી બીજા વિજયમાં આવાગમન કરી શકતાં નથી. ચક્રવતી તેમના ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને રાજ્ય કરે છે. આ રીતે બંને દિશાઓના મળીને બત્રીસ વિજય મહાવિદેહમાં છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૧