________________
તત્ત્વાર્થ સૂત્રના
જેવી રીતે ખરજવું થયું હોય તે પુરુષ અજ્ઞાનવશ, ખજવાળવાથી થતાં દુઃખને પણ સમયે સુખ માની લે છે તેવી જ રીતે મૈથુન સેવન કરનારા પણુ મેક્ષના વિરાધી તેમજ અનન્તાનન્ત સ`સાર પરિભ્રમણનાકારણે, આપાતરમણીય ભેગા-દુઃખને પણ સ્પર્શ સુખ સમજી બેસે છે. આમ મૈથુનમાં દુઃખની ભાવનાથી જેનું ચિત્ત ભાવિત થાય છે તે મૈથુનથી મુક્ત થાય છે.
૨૩૨
આ પ્રકારે જ દ્રવ્ય વગેરે પર મમત્વ ધારણ કરનાર મનુષ્ય ધન પ્રાપ્ત ન થાય તે તે મેળવવાની લાલસા કરે છે, પ્રાપ્ત થઇ જાય તેા તેના રક્ષણ કરવાનું દુઃખ ભાગવે છે અને નષ્ટ થઈ જાય તા શાકજનિત દુઃખના ભાગી થાય છે વસ્ત્ર આદિ વસ્તુઓને મેળવવાની અભિલાષા થાય અને તે પ્રાપ્ત ન થઈ શકે તેા દુ:ખને અનુભવ થાય છે કદાચીત તેની પ્રાપ્તિ થઈ જાય તા રાજા, ચાર, અગ્નિ, ભાગીદાર અને ઉદરા વગેરેથી તેને ખચાવવા માટે હમેશાં સજાગ રહેવું પડે છે. આ રીતે ઉદ્વેગજન્ય દુઃખના અનુભવ કરવા પડે છે જ્યારે રક્ષણ કરતાં કરતાં પણ તે પરિગ્રહ ચાલ્યું। જાય છે તેા તેના વિયેાગથી ઉત્પન્ન થનાર અસહ્ય શેકરૂપી અગ્નિ તેને અત્યન્ત સન્તપ્ત બનાવે છે. આમ પરિગ્રહ પ્રત્યેક અવસ્થામાં દુઃખરૂપ જ છે જે આવી ભાવના ભાવે છે તે પરિગ્રહથી વિમુખ થાય છે.
પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત, અસત્યભાષણ, સ્તેય, અબ્રહ્મચય અને પરિગ્રહમાં દુઃખ જ દુઃખ છે એવી ભાવના ભાવનાર વ્રતીને પાંચે વ્રતામાં દૃઢતા ઉત્પન્ન થાય છે.
સ્થાનાંગસૂત્રના ચેાથા સ્થાનના બીજા ઉદ્દેશકના સૂત્ર ૨૮૨ માં કહ્યું છે—
સંવેગિની અર્થાત્ વૈરાગ્યવર્ધક કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે (૧) ઇહલેાકસંવેગિનિ (૨) પરલેાકસંગિની (૩) : આત્મશરીરસંવેગિની અને (૪) પરશરીરસંવેગિની નિવેદિની કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) આ લેાકમાં દૃશ્રી ક આ લેાકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુકત હેાય છે. (૨) આ લાકમાં દશ્રીણુ કમ પરલેાકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુકત હાય છે (૩) પરલેાકમાં દુધ્ધીણુ કમ આ લાકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુકત હાવ છે (૪) પરલાકમાં દુશ્રી કમ` પરલેાકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુક્ત હેાય છે.
(૧) આ લાકમાં સુચીણુ કમ આ લેાકમાં સુખરૂપ ફળવિપાકથી સયુકત હાય છે અર્થાત્ સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લેકમાં સુચીણુ કમ પરલેાકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે વગેરે ચારેય ભંગ પૂર્વવત્ સમજવા અર્થાત્ પરલેાકમાં સુચી કમ આ લેાકમાં સુખરૂપ વિપાકથી સંયુકત હોય છે અને પરલેાકમાં સુચીણુ કમ પરલાકમાં સુખરૂપ ફળવિપાકથી સંયુક્ત હાય છે આ બંને ભંગ પણ સમજી લેવાની જરૂર છે.
જે કથા વિદ્નને અર્થાત્ સંસારની અસારતા પ્રદર્શિત કરીને મેાક્ષની અભિલાષા ઉત્પન્ન કરે તે સંવેગની અથવા સંવેર્દિની કથા કહેવાય છે જેવી રીતે રાજકુમારી મલ્લીએ પેાતાની ઉપર અનુરાગી છ રાજાઓને સંસારની અસારતા બતાવીને તેમનામાં મેાક્ષની અભિલાષા ઉત્પન્ન કરી દીધી હતી–વળી કહ્યુ પણ છે—
જે કથાના સાંભળવા માત્રથી મેાક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ જાય છે તે સંવેદ્મિની કથા કહેવાય છે જેમ મલ્ટીકુમારીએ છ રાજાઓને પ્રતિબંધ આવ્યે તેમ ॥૧॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२३२