________________
તત્વાર્થસૂત્રને જે કે વાચકવર્ય ઉમાસ્વાતિ સ્વામીએ પુણ્ય અને પાપને છોડીને સાત જ તત્વને તત્વાર્થસૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે તેમ છતાં સ્થાનાંગ વગેરે સૂત્રમાં અગાઉ કહેલાં નવ પદાર્થનું જ કથન કરવામાં આવેલ છે આથી અહીં પણ તે જ નવ તને લેવામાં આવેલ છે. જેવી રીતે હેય ઉપાદેય રૂપથી સાત તત્વોનું પરિજ્ઞાન થવું ખાસ જરૂરી છે તેવી જ રીતે પુણ્ય અને પાપનું પરિજ્ઞાન થવું એટલું જ જરૂરી છે. આથી નવ તનું વિવરણ કરવું જ યંગ્ય ગણાશે. પુણ્ય અને પાપને આશ્રવ તથા બંધ તત્વમાં સમાવેશ થઈ જાય છે આથી તેમને જુદા ગણવા યેગ્ય નથી એવું કહીએ તે પછી આશ્રવ વગેરે પાંચ તત્વને પણ જીવ અને અજીવ તત્વે માં મેળવી દઈ માત્ર બે જ તત્વ કહેવા જોઈતા હતા આમ આશ્રવ મિથ્યાદર્શન વગેરે રૂપ જીવના પરિણામ વિશેષ છે. તે આત્મા અને પુદ્ગલ સિવાય બીજું કશું જ નથી. આ રીતે આત્મપ્રદેશે સાથે બંધાયેલ કર્મ પણ પુદ્ગલ હોવાથી ભિન્ન નથી. સંવર આશ્રવને વિરૂદ્ધ શબ્દ છે. તે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ આત્માનું પરિણામ જ છે.
એક દેશથી કર્મોનું જુદું પડવું એ નિર્જરા છે. જીવ પિતાની શક્તિથી કમેને જુદા પાડે છે. તે પણ જીવ અને અજીવથી ભિન્ન નથી. સર્વ કર્મોથી રહિત આત્મા જ મોક્ષ છે. આ રીતે આશ્રવ વગેરે પાંચે તને જીવ અને અજીવ તત્વમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. આવી સ્થિતીમાં “જીવાજીવાસ્તત્વમ્ ” અર્થાત્ જીવ અને અજીવ એ બે તત્વ છે એવી સૂત્રરચના જ યોગ્ય હતી તે પછી એવું સૂત્ર કેમ ન રચાયું ? કદાચ એવી દલીલ કરવામાં આવે કે શિષ્ય તથા અન્ય જિજ્ઞાસુઓને હેયઉપાદેયનું શિક્ષણ આપવા માટે આશ્રવ અને બંધ સંસારના કારણરૂપ હોઈ હેય છે અને સંવર તથા નિર્જરા મોક્ષના કારણરૂપ હોઈ ઉપાદેય છે તથા મેક્ષ મુખ્ય સ્વરૂપે ઉપાદેય છે જ એવું સમજાવવા માટે ઉપર કહેલ પાંચ તત્વનું અલગ નિદર્શન કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે હોય તે આ દલીલ પુણ્ય–પાપના વિષયને પણ લાગુ પડે છે. ટૂંકમાં પુણ્ય ઉપાદેય અને પાપ હેય (છાંડવા યોગ્ય) છે. એ કારણે તેમને પણ પ્રસ્તુત સૂત્રમાં ઉલ્લેખ કરવો આવશ્યક છે.
આ નવ તત્વના લક્ષણ તથા ભેદનું સમ્યક્ વિવેચન સવિસ્તર આગળ કરવામાં આવશે જેમ કે જીવનું લક્ષણ ઉપયોગ છે આ ભાવજીવનું લક્ષણ કહ્યું છે. ભેદ-પ્રભેદની વિવક્ષાથી જીવ અનેક પ્રકારના છે. દાખલાતરીકે પ્રથમ તે જીવ, દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી બે પ્રકારના છે. પછી તે સાકાર અનાકાર, સંસારી અસંસારી, ત્રણ સ્થાવર, સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત વગેરે ભેદોથી અનેક પ્રકારના છે. આવી જ રીતે અજીવ વગેરેના ભેદ અને લક્ષણ પણ આગળ ઉપર કહીશું ૧
વાઢવો કી ? મૂલસૂત્રને અર્થજીવ ઉપગ લક્ષણવાળે છે . ૨ .
તત્વાર્થદીપિકાને અર્થ–પ્રથમ સૂત્રમાં જવ વગેરે નવ તત્વોનું સામાન્ય રૂપથી કથન કરવામાં આવેલ છે. નવા અધ્યાયમાં નવ તનું વિવેચન કરવું છે. આથી પ્રથમ અધ્યાયમાં પહેલા જીવ તત્વની પ્રરૂપણ કરવા માટે કહે છે-જીવ, ઉપયોગ લક્ષણવાળે છે.
વસ્તુના સ્વરૂપને જાણવા માટે વસ્તુની તરફ જે ઉપયુકત અર્થાત્ પ્રેરિત કરાય તેને ઉપગ કહે છે. આને અર્થ એ છે કે અંતરંગ અને બહિરંગ કારણથી ઉત્પન્ન થવાવાળું ચૈતન્યરૂપ પરિણામ ઉપગ છે. આ રીતને ઉપગ જેનું લક્ષણ છે તે જીવ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૧