________________
ગુજરાતી અનુવાદ અ. ૨ શબ્દ આદિ પણ પુદ્ગલના જ ભેદ હેવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨૭ છે. ઘાસ તથા પાંદડાની જેમ વાયુ દ્વારા પ્રેરિત થાય છે. દીપકની જેમ બધી દિશાઓમાં ગ્રહણ કરી શકાય છે, તારાગણની જેમ અભિભૂત થાય છે અને સૂર્યમન્ડલની જેમ બીજાને અભિભવ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ સૂર્યના પ્રકાશથી તારાઓને પ્રકાશ સંતાઈ જાય છે આથી તે મૂર્ત છે એવી જ રીતે મંદ શબ્દ તીવ્ર શબ્દ દ્વારા અભિભૂત થઈ જાય છે એથી શબ્દ મૂર્ત છે.
આ બધા હેતુઓથી એ સાબીત થાય છે કે શબ્દ પુદગલ દ્રવ્યને પર્યાય છે. પુદગલદ્રવ્યને પર્યાય હોવાને કારણે તેનું મૂત્વ પણ સિદ્ધ છે. આવી સ્થિતિમાં વૈશેષિકે એ શબ્દને આકાશને જે ગુણ માને છે તે એગ્ય નથી, મૂર્ત શબ્દ અમૂર્ત આકાશને ગુણ હોઈ શકે નહીં જેમ કે રૂપ આદિ આકાશના ગુણ નથી.
સત્ય એ જ છે કે શબ્દ પુદ્ગલનું જ પરિણામ છે. પરિણામ પરિણામીથી અર્થાત પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન અને કવચિત અભિન્ન હોય છે આથી શબ્દને પણ પુદ્ગલ દ્રવ્યથી કવચિત ભિન્ન અને ક્વચિત્ અભિન્ન માનવો જોઈએ.
આનાથી એ સાબિત થયું કે ધ્વનિ રૂપ પરિણામથી અગર શ્રોત્રગ્રાહ્યરૂપથી પરિણામ પુદ્ગળ જ શબ્દ કહેવાય છે.
પૌદ્ગલિક બન્ધ ત્રણ પ્રકારના છે પ્રગબન્ધ વિશ્વસાબધ અને મિશ્રબ. એક વસ્તુનું બીજી વસ્તુ સાથે મળી જવું એંટી જવું તેને બંધ કહે છે. જીવના વ્યાપારથી ઉત્પન્ન થનાર બંધ પ્રાયોગિક બન્ધ કહેવાય છે જેમ ઔદારિક શરીર અથવા લાખ અને કાષ્ઠને બંધ સ્વભાવથી જીવના પ્રવેગ વગર જ થનાર બંધ વિસસા બન્ધ કહેવાય છે.
વિસસાબંધ બે પ્રકારના છે સાદિ અને અનાદિ વિદ્યુતું. ઉલ્કા, મેઘ, અગ્નિ, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં વિષય ગુણવાળા પરમાણુઓનાં કારણે જે સ્કન્ધ રૂપ પર્યાની ઉત્પત્તિ થાય છે તે સાદિ વિશ્વસાબંધ છે. ધર્મ અધર્મ અને આકાશદ્રવ્ય અનાદિ કાળથી સ્વભાવથી જ પરસ્પર સમ્બદ્ધ છે. તેમને બંધ અનાદિ વિસસાબબ્ધ કહેવાય છે. મિશ્રબન્ધ ઉપયુકત બંને કારણેથી અર્થાત્ જીવના વ્યાપાર અને સ્વભાવથી થાય છે. તે જીવના વ્યાપારથી સહચરિત અચેતન દ્રવ્યની પરિણતિ છે. સ્તંભ આદિ કુંભ આદિ મિશ્રબન્ધના અન્તર્ગત છે. મિશ્રબન્ધમાં બંનેની પ્રધાનતા હોય છે. એવી રીતે પહેલાં જે કે બન્દના બે ભેદ કહેવામાં આવ્યા છે તે પણ કિંચિત્ વિશેષ દર્શાવવા માટે અત્રે ત્રણ ભેદને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એવી જ રીતે સૂમત્વ પણ પુદ્ગલનું જ પરિણામ છે તે બે પ્રકારનું હોય છે અન્ય અને આપેક્ષિક તેનું કથન પહેલા કરી દેવામાં આવ્યું છે અહીં કંઈક વિશેષતા કહીએ છીએજે સૂફમત્વ અન્તિમ હોય તે અન્ય કહેવાય છે. અન્ય સૂક્ષ્મત્વ પરમાણુંમાં જ મળી આવે છે કારણ કે પરમાણું જ બધાથી અધિક સૂક્ષ્મ છે તેથી વધુ સૂફમત્વ કોઈ અન્ય વસ્તુમાં હોતું નથી. જે સૂક્ષ્મત્વ કઈ બીજી વસ્તુની અપેક્ષાથી માનવામાં આવે છે તે આપેક્ષિક કહેવાય છે જેવી રીતે તૈયાક સ્કન્ધ વ્યક સ્કન્ધની અપેક્ષા સૂકમ છે. વ્યક ચતુરાકની અપેક્ષા સૂક્ષમ છે એવી રીતે આપેક્ષિક સૂફમત્વ અનેક પ્રકારનું હોય છે. આ બંને જ પ્રકારના સૂફમત્વ પૌદૂગલિક જ છે.
સ્થૂલત્વ પણ એ જ પ્રકારે બે જાતના છે અન્ય અને અપેક્ષિક, અન્ય સ્થૂલત્વ સર્વ લેકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં જ મળે છે કેમકે આનાથી વધારે બીજા કોઈ પુદ્ગલ હતા.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૨૭