________________
વાસ સમાપ્ત થાય છે. ભગવાને પણ એમ જ કર્યું હતું. ‘સમવાયાંગ” સૂત્રમાં કહ્યું છેઃ
“समणे भगवं महावीरे वासावासाणं सवीसइराए मासे
वइकंते सत्तरिएहि राइंदिएहिं सेसेहिं वासावास पज्जोसवेइ” इति. શ્રમણ ભગવાન મહાવીરે વીસ દિવસ સહિત એક માસ વીતતાં અને વર્ષાવાસના સિત્તેર દિવસ શેષ રહેતાં પષણ કર્યા. તેમાં સંવત્સરીને એક દિવસ અને સાત એની પહેલાંના દિવસ મળીને આઠ દિવસ થાય છે. એ આઠ દિવસને કાળ પર્યુષણ પર્વ કહેવાય છે.
શંકા- અભિવર્ધિત સંવત્સરમાં, વર્ષાવાસમાં શ્રાવણ આદિ અધિક માસ આવે તે વર્ષાવાસ ૧૫૦ દિવસને થાય છે. એવી સ્થિતિમાં વર્ષાવાસથી પચાસમે દિવસે સંવત્સરી પર્વ અને સિત્તેર દિવસ પછી વર્ષાવાસની સમાપ્તિ કેવી રીતે બંધ બેસે છે?
ધાન–એમ થતું હોય તો ભલે થાય, એથી આપણું શું બગડવાનું છે! સંવત્સરી પર્વની તે ભગવાનની આજ્ઞા મુજબ પચાસમે દિને જ આરાધના કરવી જોઈએ.
વસ્તુતઃ જૈન પરંપરામાં વર્ષાવાસમાં અધિક માસને સ્વીકાર કરવામાં આવતું નથી. યુગની મધ્યમાં પૌષ અને યુગના અંતમાં અષાઢ જ અધિક માસ રૂપે આવતા જાણીતા છે. એમ ન હોત તો ભગવાને એ વિષયમાં વિધિ યા નિષેધ રૂપે કાંઈ ને કાંઈ કહ્યું હતું. લૌકિક વ્યવહારનું અનુસરણ કરીને જ મુનિ વર્ષાવાસમાં અધિક માસ આવતાં પણ કાતિકી પૂર્ણિમાને દિવસ વષવાસ સમાપ્ત કરે છે. એ છતવ્યવહાર છે.
* રન જ " ઇત્યાદિ–હીયમાન સ્વરૂપવાળા ચોથા આરામાં શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ ઉત્તર ફાલ્યુની થયાં, અર્થાત્ પાંચ કલ્યાણ ઉત્તરફાગુની નક્ષત્રમાં થયાં, તે આ પ્રમાણે - હસ્તેત્તરા અર્થાતુ ઉત્તરફાગુની નક્ષત્રમાં ભગવાનનું ચ્યવન થયું, અર્થાત્ બાવીસ સાગરોપમના સ્વર્ગના આયુનો ઉપભોગ કરીને દશમાં પ્રાણુતા દેવલોકથી ચ્યવન કરીને અષાઢ સુદ છઠને દિવસે ગર્ભમાં પધાર્યા ૧. ઉત્તરફાળુની નક્ષત્રમાં જ ત્યાસીમે દિવસે આસો વદ તેરસે દેવાનંદાના ગર્ભમાંથી બીજા ગર્ભમાં–માતા ત્રિશલાના ગર્ભમાં દેવે સંહરણ કર્યું ૨. ઉત્તરફાલ્યુની નક્ષત્રમાં જ ચત્ર સુદી તેરસે જન્મ થયે ૩. ઉત્તરફાલ્ગનીમાં જ મુંડિત થઈ ગૃહત્યાગ કરી માગસર વદી દશમે મુનિદીક્ષા અંગીકાર કરી ૪. ઉત્તરફાગુની નક્ષત્રમાં જ અનંત-અસીમ, સર્વેકૃષ્ટ, વ્ય (ચટાઈ), કટ (ઘટ) અને કુડય (દીવાલ) વગેરેથી નિરુદ્ધ ન થનારું, આવરણુરહિત, અર્થાત્ સંપૂર્ણ રૂપે ભાસમાન, સંપૂર્ણ અને સર્વવ્યાપી કેવલ વર જ્ઞાન અને દર્શન વૈશાખ સુદ દશમે પ્રાપ્ત થયું. (૫) કેવલ-અવર” નામથી પ્રસિદ્ધ, અથવા “કેવલ”ને અર્થ છે “એક માત્ર’, જેની સાથે બીજું કઈ જ્ઞાન હોય નહિ, તથા “વર ને અર્થ છે મતિ-શ્રત આદિ બીજાં જ્ઞાનની અપેક્ષાએ શ્રેષ્ઠ. કેવલ દર્શનની વ્યાખ્યા પણ એ જ પ્રમાણે સમજવી.
ભગવાનનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં કાતિકી અમાસે થયુ. મૂળમાં જે વાત શબ્દ છે, તેથી ભગવાનનાં વિહાર આદિ ગ્રહણ કરવાં. એ કથન ગૌતમ સ્વામીએ પુનઃ પુનઃ કર્યું. "ત્તિ નિ' સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે–હે જંબૂ! જેવું મેં સાંળવ્યું છે તેવું જ તને કહું છું. (સૂ૦૧)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧