________________
માસકલ્પ પ્રમાણે ચાલવા વાળા સાધુ-સાધ્વીઓને “ચાતુર્માસ' કરવાનું ફરમાન છે તો તેનું પ્રયોજન શું ?
ગુરુ મહારાજ ઉત્તર આપે છે–હે શિષ્ય ! એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જેનું રક્ષણ કરવાનું શાસ્ત્ર ફરમાન છે. વળી આ “ચાતુર્માસ ” કાલ ‘વર્ષાકાલ' છે, ને તે સમય દરમ્યાન અસંખ્ય અને અનંત જીવોની પેદાશ ક્ષણ એકમાં થાય છે, ને તેની વિરાધના થાય છે. તે પાપમાંથી સાધુ-સાધ્વીઓને બચાવવા માટે શાસ્ત્રકારોએ “ચાતુર્માસ નું નિરૂપણ કર્યું છે. વળી ચાતુર્માસ સિવાય બીજી શેષ હતુઓમાં સાધુ-સાધ્વીને ઠેર ઠેર લોકસમુદાયના ઉત્કર્ષ માટે વિચારવાનું હોય છે. તેથી “ચાતુર્માસ' ના નિરાંતના સમય દરમ્યાન સુખે સમાધિએ “આત્મવિચારણ” એકાંતમાં કરી શકાય એ પણ હેત છે. તે વખતે લોકો પણ નવરાશ ભોગવતાં હોય છે એટલે તેને વધારે પ્રમાણમાં પરમાર્થ ઉપદેશ આપી શકાય તેમજ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, વિચારણા, શુભસંક૯૫બલ વધારી શકાય, એ હેતુથી આ નિયમ ઘડળે છે. “સ્વદયા ' એ મુખ્ય ‘દયા’ છે, ‘દયા’ ના પેટાલમાં ‘પદયા’ આવી જાય છે. “સ્વદયા એટલે પિતાના “આત્મા' ની દયા, “સ્વદયા' એટલે પિતાના આત્માને હિંસાદિથી બચાવ, ક્ષણે ક્ષણે ઉઠતાં અશુભ ભાવમાંથી રક્ષણ કરવું, તેમ જ આગળ વધતાં શુભ અધ્યવસાયે શુદ્ધ આત્મઉપગે રહેવું તે છે. વર્ષાકાલ દરમ્યાન કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું ધ્યાન શાસ્ત્રકારોએ નીચે મુજબ આપ્યું છે. (૧)–એકેન્દ્રિય જીવો જેવાં કે શાલિ આદિ બીજ; નીમ, આમ, કેશમ્મ, શાલ, અંકેલ, પીલુ, શલકી વિગેરે એક ઠલિયાવાલા-એક ગોળીવાલા વૃક્ષ, તથા ગૂલર, કપિત્થ (કવિઠકૅથ), અસ્તિક, તિન્દુક, બિલ્ડ, પસ, દાડમ, માતલિંગ ( વિજેરા ) વિગેરે ઘણા બીજવાળા વૃક્ષ; તેમ જ નવમાલિકા સેયિક, કરંટક, બધુજીવક વાણ, કરવીર સિન્દુવાર, વેલ આદિ ગુલમ; વૃત્તાક, કપાસ, જપ, આઢકી, તુસલી, કુતુમ્ભરી, પિપ્પલી, નીલી વિગેરે ગુચ્છ તથા પદ્મનાગ, અશોક, ચપ્પા, વાસન્તી, અતિમુક્તક, કુન્દલતા વિગેરે લતાઓ; તથા કૃષ્માંડી (કદૂદ ) કાલિંગ (તરબૂચ) ત્રપુષી (કાકડી ) તુંબડી, વાલોર, આલ, પટોલી વિગેરે વેલાઓ; તથા તિકા, કુશ, દર્ભ પર્વક, અર્જુન, સુરભિ, કુરૂવિન્દ વિગેરે ઘાસ; તથા તાલ, તમાલ, તર્કલી, શાલ, સરલા, કેતકી, કદલી વિગેરે વલય; તથા તદુલીયક, અધૂયારુહ, બસ્તુ (બથુઆ ), બદરક, મારપાદિકા, ચિલ્લી, પાલક વિગેરે લીલોતરી તથા બીજમાંથી તત્કાલ ફુટેલાં અંકુર, શાલિ, બ્રીહિ, ઘઉં, જ, કલમ, ચોખા, કદ, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, ચણા. કલથી, અલસી, મકાઇ, કેદરા, કાંગળી વિગેરે ઔષધિ તથા પનક (લીલફૂલ ) શેવાલ, પાવક, કશેરૂ, ઉત્પલ (કમલ), પદ્મ, કુમુદ, નલિન, પુંડરીક વિગેરે પાણીમાં ઉત્પન્ન થવાવાળી વનરપતિઓ તથા કુહન (જમીનમાંથી ફાટી નીકળે તે ), આયકાય કહણ, કંડુક, ઉદેહલિકા, સર્પછત્ર આદિ વનસ્પતિઓ.
• નેહસૂકમ' ઓસ, હિમ, ઝાકળ, વિગેરે, “પુષ્પસૂમ’ ગૂલરના ફૂલ જેવા સૂક્ષ્મજીવ, ‘પનકસૂમ’– વર્ષાઋતુમાં ભૂમિ અથવા લાકડા ઉપર ઉત્પન્ન થનારા પાંચ વર્ણના પનક નામના છો જે લીલફૂલ કહેવામાં આવે છે તે. “ બીજસૂક્ષમ' જેનાથી અંકુરા ઉત્પન્ન થાય તે ધાન આદિના તુષના અગ્રભાગ, “હરિતસૂમ”-નવીન ઉત્પન્ન થનારા ભૂમિ જેવા રંગવાળા હોવાથી જલદી નજરમાં નહિ આવનારા છો, એ બધા એકેન્દ્રિય જીવો છે, એની
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૨૮