________________
પર્યાયજ્યકકલ્પ:
મૂલાર્થ-સાધુ-સાધ્વીઓએ કલ્યાણ અને મંગલસ્પ, ધર્મદેવ. અને જ્ઞાન-સ્વરૂપ દીક્ષાપર્યાયમાં વડીલ એવા સાધુ સાધ્વીને વંદન નમસ્કાર સત્કાર સન્માન અને તેઓની ઉપાસના કરવી જોઈએ. (૮).
ટીકાને અથ–સાધુ-સાધ્વીઓએ રત્નાધિક મુનિને વંદના નમસ્કાર આદિ ભાવપૂર્વક કરવા તથા આહાર આદિનું નિમંત્રણ ભક્તિભાવથી કરવું, અને સન્માન કરવા ઉભા થવું જોઈએ. કારણ કે દીક્ષામાં વડિલ એવા સાધુ મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. તેથી તેઓ કલ્યાણપ છે. તેમની ભાવપૂર્વક ઉપાસના કરવાથી અનંત કર્મોની કેટ ખપી જાય છે ને પાપના સમૂહ બળીને ભસ્મ થાય છે, માટે મંગળરૂપ છે, વળી તેઓ સાક્ષાતુ ધર્મદેવતા છે. અને રમૈત્ય-જ્ઞાન-સ્વરૂપ છે. (સૂ૦૮)
પ્રતિક્રમણકલ્પઃ |
આઠમાં પ્રતિકમણ કલપને કહે છે– જરૂ' ઇત્યાદિ
મૂળ અને ટીકાને અર્થ-સાધુ-સાધ્વીઓએ ઉભયકાલ–સવાર અને સાંજ બને વખતે પ્રતિકમણ કરવું જોઈએ. તાત્પર્ય એ કે “ઉત્તરાધ્યયન' સૂત્રમાં કહ્યું છે કે –“ પ્રતિક્રમણથી જૂના કર્મો શિથિલ થાય છે તેમ નાશ પણ પામે છે અને નવા બંધાતા નથી. અર્થ, સાચા દિલથી પ્રતિકમણ કરનારને લાગૂ પડે છે. પ્રતિક્રમણ એટલે થયેલ પાપ ઉપર દષ્ટિપાત કરી થયેલ ભૂલને હદયપૂર્વક પશ્ચાત્તાપ કરો, અને ફરી પાપ ન બંધાય તેના માટે સતત સાવચેતી રાખવી.
પ્રતિકમણ ફક્ત સાધુઓ માટે નથી. સાધુના પેટાળમાં શ્રાવકે પણ આવી જાય છે. જેથી શ્રાવક ગણને પણ પ્રતિક્રમણ બન્ને વખત કરવાની સૂત્ર આજ્ઞા છે. (સૂ૦૯ )
સાધૂનાં માસકલ્પવિધિઃ .
નવમા માસનિવાસ કલ્પને કહે છે–#gg' ઇત્યાદિ.
મલનો અર્થ-નિગ્રન્થાએ, ગઢવાલ અને બાહરની વસ્તી વગરના ગામમાં નગરમાં, ખેટ, કબૂટ, મડંખ પટ્ટણ આકર, દ્રોણુમુખ, નિગમ, રાજધાની, આશ્રમ, સન્નિવેશ, સંવાહ, ઘોષ, અંશિકા, પુડભેદન વિગેરેમાં, હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં, એક માસ સુધી રહેવું કપે છે.
સાધુઓને કેટ સહિત અને બહાર વસતિવાલા પૂર્વોક્ત સ્થાનમાં બે માસ સુધી રહેવું કહે છે. આવા સ્થાનોમાં એક મહીને ગામની અંદર અને એક મહીને ગામની બહાર રહેવાનું સાધુઓને ક૯પે છે. કોટની અંદર રહેવાવાલા નિર્ગળે કોટની અંદર જ ભિક્ષાચરી કરે અને બહાર રહેવાવાલા બહાર જ ભિક્ષાચરી કરે. (સૂ૦૧૦)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૨૩