________________
કાર્યને અપનાવે છે ને અયોગ્યને છોડી દે છે.
આ ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પહેલાં અને અંતિમ તીર્થકરોના સાધુઓ સજ્જડ અને વજડ હોય છે, અને વચ્ચેનાં બાવીશ તીર્થકરોના શિષ્યો ઋજુપ્રાજ્ઞ હોય છે, ત્યારે તે મધ્યમ તીર્થકરોના શિષ્ય જ ધમને યોગ્ય થઈ શકે છે, કેમ કે તેઓ ઋજપ્રાજ્ઞ હોય છે, પહેલાં તીર્થંકરના શિષ્યો અજી હોવા છતાં જડ હેવાને કારણે પ્રાજ્ઞ-સમજદાર નથી હોતા એટલે ધમને અયોગ્ય છે, તે છેલલાં તીર્થકરના શિષ્ય તે વક્ર અને જડ હેવાને લીધે ધર્મને અગ્ય જ છે. આમાં આશ્ચર્ય જ શું?
ઉત્તર-હે ભાઈ! આ તારું મંતવ્ય બરાબર નથી જે કે ઋજુ અને પ્રાજ્ઞના અપેક્ષાએ પ્રથમ તીર્થકરના શિષ્યો ઉતરતા છે, અને જડ હોવાને કારણે બે બરાબર સમજાતે નથી. તેના લીધે દેને પાત્ર થાય છે ખરા ! પરંતુ સરળ હોવાથી તેઓના ભાવે વિશુદ્ધ હોય છે, તેથી જ ધર્મને પાત્ર ગણાય છે. છેલ્લાં તીર્થંકરના શિષ્યો વક્ર જડ હોવાથી જાપ્રાજ્ઞની અપેક્ષાએ વધારે ઉતરતા છે છતાં એકાંતિક રીતે ધમને ચોગ્ય નથી તેમ તે કહી શકાય જ નહિ, પણ ધર્મને યોગ્ય તે છે જ, કારણ કે આકાલમાં સંયમી સાધુએ છે અને પંચમ કાલને છેડે પણ ટકી રહેશે તેમ શાસ્ત્રકારોએ કહેલ છે, માટે આ કાલના બધા પ્રકારના શિખ્ય ધમને યોગ્ય છે એમ સમજી લેવું. હાલ છેલલા તીર્થકરનું શાસન ચાલે છે તે તેઓનું કલ્પ સ્થિતક૯૫ છે, માટે સ્થિતક૫નું વર્ણન વિસ્તૃતપણે કરવામાં આવે છે.
“સ્થિતક૯૫” ના દશ પ્રકાર છે તે નીચે મુજબ-(૧) આલય-જે વસ્રરહિત છે તે અચલ કહેવાય છે. અચલના ભાવને આલક્ય કે અચેલતા કહેવામાં આવે છે. અલતાને અભિપ્રાય છે—અલ્પમૂલ્ય અથવા મલિન જુના અને પ્રમાણયુક્ત વસ્ત્રોનું ધારણ કરવું.
શંકા-અપમૂલ્ય, મલિન જુના અને પરિમિત વસ્ત્ર પણ ચેલ (વસ્ત્ર) જ કહેવાય છે તો તે વસ્ત્રોને રાખવાવાળા સ્થવિર “અલ” કેમ કહી શકાય છે?
ઉત્તર–અલ્પમૂલ્ય અને સાંધેલા વસ્ત્રો તેમજ શરીર ઢાંકવા પૂરતાં કપડાએ જે એકા-એક ફાટી જાય તે આપણે વણકરને કહીએ છીએ કે ભાઈ! હું કપડા વિના નાગો ફરું છું, માટે તાબડતોબ મારા કપડા તૈયાર કરી આપ. જો કે વાસ્તવિક રીતે આપણે નગ્ન હોતા નથી, પણ ફાટયા-તૂટયા હોવાને પરિણામે તે કપડાની કિંમત જરા પણ આપણે આંકતા નથી, ફક્ત શરીર ઢાંકવા પૂરતા જ તે કપડાને ઉપયોગ કરીએ છીએ. માટે જ સાધુઓ કપડા ધારણ કરતાં હોવા છતાં “અલક” કહેવાય છે, અને આવી “ અચેલતા’ માં કોઈ પણ પ્રકારને વિરોધ આવતો નથી, કાં છે–
શ્રી કલ્પ સૂત્ર: ૦૧