________________
બીજા કાઈ પ્રસ`ગે તે શિષ્યને બહાર જવાનુ ખની આવ્યું, ને ધાર્યા કરતાં વધારે સમય પસાર કરી ઉપાશ્રયમાં દાખલ થયા. ગુરુમહારાજે જયારે પ્રશ્ન પૂછ્યા ત્યારે તેના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે રસ્તાપર કેઇ એક નટી નાચ કરતી હતી તે જોવામાં રોકાયા અને મેડું થયું. આ જવાબ સાંભળી આચાર્ય મહારાજે ‘નટ’નુ` નૃત્ય નહિ જોવાના ઉપદેશ યાદ કરાવ્યેા. શિષ્યે સરલ ભાવે કહ્યું કે હે ગુરુ મહારાજ! આપે તે ફકત નટનું નૃત્ય જેવાની ના કહી હતી ‘નટી ' તું નહિ, આચાય. મહારાજે ક્યું. હું ભદ્ર! નટના નાચને નિષેધ કર્યા તેમાં નટીના નાચના નિષેધ પણ આવી જાય છે છતાં તે નટીના નાચ જોયા. હાથ જોડીને શિષ્યે કહ્યું કે નટના નાચના નિષેધમાં નટીના નાચના નિષેધ પણ આવી જાય છે તે હું સમજ્યું નહિ; માટે નટીને નાચ જોયા, હવેથી તેમ કરવાના ભાવ નથી. આ પ્રકારે કહી તેણે પ્રાયશ્ચિત્ત લઇને આત્મશુદ્ધિ કરી,
આજ વિષયમાં અન્ય દૃષ્ટાંતઃ— કાંકણુ દેશના એક શેઠે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી. કોઇ એક સમયે કાર્યાત્સગ સમાપ્ત થયાં બાદ ગુરુ મહારાજે પૂછ્યું કે આટલેા સમય ઇરિયાવહી' પડીમતાં કેમ થયા? વૃદ્ધે જવાખ આપ્યા કે ‘જીવદયા'નું ચિંતવન કરતાં વખત ઘણેા લાગી ગયા. ‘ જીવદયા' માં મેં એવું ચિંતવ્યું કે મારા ગૃહસ્થાવાસ દરમ્યાન ખેતરમાં ઉગેલા છેડવાઓ અને નકામું ઘાસ કાઢી નાખી ક્ષેત્રને વિશુદ્ધ કરી મેં સુંદર બીજ વાળ્યું હતું, તેના પરિણામે પુષ્કળ પાક થયા. પણ મારા પુત્ર પ્રમાદી હોઈ ક્ષેત્રને સાફ કર્યા વિના જો ‘બી' રાપશે તે અનાજ બિલકુલ પાકશે નહિ, ને તે અને તેનું કુટુંબ દુઃખી થશે. શિષ્યનું આવું સરળ હૃદય જોઈ ગુરુ પ્રસન્ન થયાં અને કહ્યું કે મુનિને આવું દુર્ધ્યાન કલ્પે નહિ, આવા આત અને રૌદ્ર પરિણામથી આત્મા કલુષિત ભાવને પામે છે ને ગાઢ કર્મો ઉપાર્જન કરી માડી ગતિએ જાય છે. આ શિખામણને સ્વીકાર કરી વ્રુદ્ધ મુનિ લાગેલ દોષનું પ્રાયશ્ચિત્ત લઈ પાપમાંથી મુક્ત થયા. આ દૃષ્ટાંતે ઋજુતા-અને જડતા કેવી હોય સમજાવે છે.
હવે વતા અને જડતા કેવી હાય તેના બે ઉદારણેા બતાવવામાં આવે છે—પ્રથમ દૃષ્ટાંત—— ભગવાન મહાવીરના શાસનતલેના કોઇ એક મુનિ બહાર ગયા. માર્ગમાં નાચતાં ‘ નટ' નું નૃત્ય જોઇ તેનું મન વિહ્વલતાને પામ્યું ને ‘મન' વશ નહિ રહેવાને લીધે તે દૃશ્ય જોવામાં એતપ્રેત થઈ ગયા. આને લીધે મેડું થતા ઝટ ઝટ ઉપાશ્રયે પહોંચી ગયા. ગુરૂજી વિચક્ષણ હાઇ વિલંબનું કારણ જાણી ગયા. ઠપકા હિ આપતાં આવા દૃશ્ય. સાધુથી તેમ જ આત્મભાવનાએ પહેાંચેલી વ્યકિતથી જોવાય નહિ ' એમ ઉપદેશ આપી વિશુદ્ધ કર્યો. અન્ય પ્રસંગે વળી ‘નટી’ ને નાચ જોવામાં મશગુલ થતાં સ્વસ્થાનકે વખતસર પહોંચી શકયા નહિ, ગુરૂના સમજવામાં આ વાત જ્યારે આવી ત્યારે શિષ્યને ભત્ચના કરી ‘નટી ’ દૃશ્ય તીવ્ર વિકાર ભાવ ઉત્પન્ન
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૬