________________
સિદ્ધાર્થરાજભવને ત્રિજુમ્મકદેવકૃતનિધાનસમાહરણમ્ ।
ટીકાના અ~~જ્ઞ મિ' ઇત્યાદિ. જ્યારથી શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં લવાયા, ત્યારથી કુબેરની આજ્ઞાને ધારણ કરનારા, મધ્યલેાકમાં નિવાસ કરનારા, ઘણા ત્રિજ ભક નામના વ્યન્તર દેવ, ઇન્દ્રની આજ્ઞાથી, જેમના માલિક નાશ પામ્યા હતા, જેમના સૂચક સ્થા (નિશાન) વગેરે નષ્ટ થઈ ગયાં હતાં, જેમના સ્વામીઓનાં ગાત્ર અને ઘર નાશ પામ્યાં હતાં, તેથી જેમના સ્વામીના મૂળમાંથી જ અંત આવી ચૂકયા હતા, જેમના સૂચક સ્થંભ આદિ ચિહ્નો સદંતર ઉખડી ગયાં હતાં, જેમના સ્વામીઓનાં ગાત્ર અને ઘરને સદંતર ઉચ્છેદ થઇ ગયા હતા, એવાં ઘણા મહાનિધાન લાવીને રાજા સિદ્ધાર્થીના ભંડારા ભરવા લાગ્યા. તે ઘણા જ પુરાણા મહાનિધાન નીચે લખેલ સ્થાનેામાં હતાં—
(૧) ગ્રામ-તે વસ્તી, જ્યાં અઢાર પ્રકારના કર લેવાય.
(૨) આકર– સુવર્ણ અને રત્ન આદિ નીકળવાનાં સ્થાને,
(૩) નગર (નકર)– જ્યાં અઢાર પ્રકારના કર વસૂલ ન કરાતા હોય.
(૪) ખેટ (ખેડા)– ધૂળના કેટથી દેરાયેલી નાની એવી વસ્તી.
(૫) ક°ટ– કુત્સિત નગર.
(૬) મડમ્બ- જેની આસપાસ અઢી કેસ સુધી બીજી વસ્તી ન હોય.
(૮) પત્તન—જ્યાં બધી વસ્તુ
(૭) દ્રોણમુખ- જે વસ્તીમાં જવાને જળમાર્ગ પણ હોય અને સ્થળમાર્ગ પણ હોય, મળી શકતી હોય. પત્તન એ પ્રકારનાં હાય છે-જળપત્તન અને સ્થળપત્તન. જળપત્તનમાં નૌકા વડે જ જઇ શકાય છે અને સ્થળપત્તનમાં ગાડી આદિથી જવાય છે. અથવા તે વસ્તીને કહેવાય છે કે જયાં ગાડી આદિથી જઇ શકાય અને પટ્ટન એ કે જ્યાં ફકત નૌકા વડે જ જઈ શકાય. કહ્યું પણ છે—
પત્તન
“ पत्तनं शकटैर्गम्यं घोटकैनो भिरेव च ।
नौभिरेव तु यद् गम्यं पट्टनं तत्प्रचक्षते ॥ १ ॥
પત્તન ગાડીએથી, ઘેાડાએથી અને નૌકાઓથી પણ ગમ્ય હોય છે, પણ જ્યાં નાવથી જ પહેાંચી શકાય તે પટ્ટન કહેવાય છે. (૧)
(૯) નિગમ- જ્યાં ઘણી મેોટી સખ્યામાં વ્યાપારી રહેતા હોય.
(૧૦) આશ્રમ- જે સ્થાન તાપસાએ વસાવ્યું હોય અને ત્યાર ખાદ બીજા લેાકેા પણ ત્યાં વસ્યા હૈ।ય. (૧૧) સંવાહ-કિસાના દ્વારા ધાન્યના રક્ષણ માટે દુર્ગમ ભૂમિમાં બનાવવામાં આવેલાં સ્થાન, કે પહાડીના શિખર પરની વસ્તી, કે અહીં-તહીંથી આવેલ ઘણાખરા વટેમાર્ગુ જ્યાં થાભે તે સ્થાન.
(૧૨) સન્નિવેશ-આવેલા સા વાહે (વણઝારા-વેપારીઓ)ને થાલવાનુ` સ્થાન.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૬૯