________________
ત્રિશલાયા ગર્ભરક્ષણપ્રયાસઃ |
આ રાત દહિદા પૂર્ણ થતા, ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભની અનુકપા-રક્ષાને માટે યતનાપૂર્વક ઉભા થતા, યતનાપૂર્વક બેસતાં, અને યતનાપૂર્વક સૂતાં હતાં. તે ન વધારે ઠંડા. ન વધારે ગરમ, ન વધારે તીખા, ન વધારે કડ, ન વધારે ખાટો, ન વધારે મીઠાન વધારે સ્નિગ્ધ (ચીકણ) ન વધારે લખે, ન વધારે ભીને, અને ન વધારે સૂકો એવો આહાર લેતાં હતાં. વધુ શું કહીએ ? જે આહાર તે ગર્ભને માટે હિત–મેધા-ધારણાબુદ્ધિ વધારનાર, મિત-અધિક ભજનના અભાવે પરિમિત, પથ્ય-આરોગ્યકારી અને પુષ્ટિકારી હતી તથા જે દેહને અનુકૂળ અને કાળને અનુકૂળ હોય તે જ દેશ-કાળને અનરૂપ. હિત. મિત અને પથ્ય ગ–પોષક આહાર કરતાં હતાં. તે ત્રિશલા ક્ષત્રિયાણી અતિ ચિન્તા કરતાં નહીં, અતિશેક કરતાં નહીં, અતિ મેહ કરતાં નહીં, અતિભય કરતાં નહીં, અતિઉગ કરતાં નહીં અને વધારે પડતું ભોજન, આચ્છાદન, વસ્ત્ર, ગંધ, માળા તથા આભૂષણ આદિનું સેવન કરતાં નહીં આ રીતે તે તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગ્યાં.
વાભદ્ર” નામના વૈદ્યક-ગ્રન્થમાં પણ કહેલ છે –“વાયુકારી પદાર્થો ખાવાથી ગર્ભ કુબડો, અંધ, જડ અને ગળો થઈ જાય છે. પિત્તકારી પદાર્થો ખાવાથી ગર્ભ પડી જાય છે, કે પીળે અથવા કાબરચીતરે થઈ જાય છે. કફકારી વસ્તુઓ ખાવાથી ગર્ભ પાંડુરેગી થાય છે. અતિક્ષારયુક્ત ખોરાકનું સેવન ગર્ભમાં રહેલ બાળકની આંખોનું ઘાતક નીવડે છે. અતિ ઠંડે ખોરાક વાયુને કુપિત કરે છે. અતિ ગરમ ભજન બળને નાશ કરે છે. અધિક કામવિકાર ગર્ભના જીવનને હરી લે છે. મિથુન સેવવાથી તથા યાન (ગાડી આદિ), વાહન (ઘડા આદિ), માગગમન, ખલન (લપસવું), પતન (પડવું), પીડન (અંગને દબાવવાં), પાવન (દેડવું), સંઘટ્ટન (ધકકો કે ટક્કર લાગવી), વિષમ જગ્યાએ શયન, વિષમ સ્થાનમાં બેસવું, ઉપવાસ કરે, મળ-મૂત્રની હાજતને રોકવી, લૂખું, તીખું અને વધારે પ્રમાણમાં ભેજન લેવું, અતિરાગ, અતિશેક, અતિક્ષારવાળી વસ્તુઓનું સેવન, અતિસાર, ઉલટી, રેચ. હેડકી અને અજીણ, એ કારણથી ગર્ભ પોતાના બંધનમાંથી મુકત થઈ જાય છે, એટલે કે ગર્ભપાત થઈ જાય છે.”
કુલવૃદ્ધ સ્ત્રીમાં ત્રિશલાં પ્રત્યુપદેશઃ |
ત્રિશલા ક્ષત્રિયાણી રોગ, શોક મેહ, ભય અને પરિશ્રમ વગેરેથી મુકત થઈને સુખપૂર્વક રહેતાં હતાં. કારણ કે રોગ વગેરે ગર્લને હાનિકારક હોય છે.
"ાથર” નામના વૈદ્યક ગ્રંથમાં કહેલ છે-“જે ગર્ભવતી સ્ત્રી દિવસે નિદ્રા લે તે ગર્ભસ્થ બાળક પણ ઉંધણસી અને આળસુ થાય છે, આંખમાં આંજણ આંજવાથી આંધળા થાય છે, રવાથી ગર્ભસ્થ બાળકની આંખોમાં
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૬૭